Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 212 of 315
PDF/HTML Page 236 of 339

 

૨૨૨ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
૩.રાત્રિભોજનતેમાં રાગની ઉત્કૃષ્ટતા અને અસંખ્યાત જીવોની હિંસા રહેલી છે.

રાત્રે બરાબર ન દેખાવાથી હિંસાના પાપ સિવાય આરોગ્યતાને પણ નુકશાન થાય છે. માખી ખાવામાં આવે તો ઊલટી થાય, કીડી ખાવામાં આવે તો પેશાબમાં બળતરા થાય, વાળ ખાવામાં આવે તો સ્વરભંગ થાય, જૂ ખાવામાં આવે તો જલોદર થાય અને મકડી (કરોળીયો) ખાવામાં આવે તો કોઢ થાય વગેરે.

૪.બહુબીજાજેમાં બીજોનું અલગઅલગ ઘટ ન હોય, જેમ કે અફીણના ડોડા,

પપૈયા જેમાં બહુ બી હોય છે તે વગેરે.

૫.રીંગણાતે ઉન્માદ ઉત્પન્ન કરે છે.
૬.સંધાન (અથાણું)આચાર, કેરી, લીંબુ વગેરે રાઈ, મીઠું આદિ મસાલા સાથે

તેલમાં યા વિના તેલમાં કેટલાક દિવસ રાખવાથી તેમાં ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે. ચોવીસ કલાક પછી અથાણું અભક્ષ્ય છે.

૭ થી ૧૧. વડફળ (ટેટા), પીપળ ફળ (પેપડી), ઉમર ફળ, કઠુમર, અંજીર અથવા

પાકર ફળએ પાંચ ઉદુમ્બર ફળ સાક્ષાત્ ત્રસ જીવોનું ઘર છે.

૧૨૧૩. અજાણ ફળ અને કંદમૂળ જે અનંત સ્થાવર જીવોની રાશિ છે.
૧૪. ખાણ કે ખેતની માટીતેમાં અસંખ્યાત ત્રસ જીવો હોય છે.
૧૫. વિષ, ૧૬. માંસ, ૧૭. મધ, ૧૮. માખણ, ૧૯. મદિરાપાન.
૨૦. અતિતુચ્છ ફળ તે સપ્રતિષ્ઠિત વનસ્પતિ છે, અનંત જીવોની રાશિ છે.
૨૧. તુષાર
બરફ જે અસંખ્ય ત્રસ જીવોની રાશિ છે.
૨૨. ચલિત રસજે વસ્તુઓનો સ્વાદ બગડી જાય છે, યા શાસ્ત્રોક્ત મર્યાદાથી અધિક

સમયની હોય, તેમાં ત્રસ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે.

આ ચીજો ખાવાથી વિશેષ હિંસા થાય છે. આઠ મૂળ ગુણોમાં દોષ આવે છે અને અનેક રોગ ઉત્પન્ન થાય છે; માટે તેઓ વ્રતી માટે સર્વથા ત્યાજ્ય છે.

(નોંધઅભક્ષ્ય વસ્તુઓ સંબંધી વધુ હકીકત માટે જુઓ, બાલબોધ જૈનધર્મ ભાગ૪ પાઠ છઠ્ઠો) ૮૬.