કહાનજૈનશાસ્ત્રમાળા ]
तच्च द्विधा भिद्यत इति —
नियमो यमश्च विहितौ द्वेधा भोगोपभोगसंहारात् ।
नियमः परिमितकालो यावज्जीवं यमो ध्रियते ।।८७।।
‘भोगोपभोगसंहारात्’ भोगोपभोगयोः संहारात् परिमाणात् तमाश्रित्य । ‘द्वेधा विहितौ’ द्वाभ्यां प्रकाराभ्यां द्वेधा व्यवस्थापितौ । कौ ? ‘नियमो यमश्चे’त्येतौ । तत्र को नियमः कश्च यम इत्याह — ‘नियमः परिमितकालो वक्ष्यमाणः परिमितः कालो यस्य भोगोपभोगसंहारस्य स नियमः । ‘यमश्च यावज्जीवं ध्रियते’ ।।८७।।
તેના (ભોગોપભોગના ત્યાગના) બે પ્રકાર છે —
અન્વયાર્થ : — [भोगोपभोगसंहारे ] ભોગોપભોગના પરિમાણનો આશ્રય કરીને [नियमः ] નિયમ [च ] અને [यमः ] યમ – એવા [द्वेधा ] બે પ્રકારે [विहितौ ] કહેવામાં આવ્યા છે; તેમાં [परिमितकालो ] નિયત કાળની મર્યાદાપૂર્વક કરેલો ત્યાગ તે [नियमः ] નિયમ છે અને જે ત્યાગ [यावज्जीवनम् ] જીવનપર્યન્ત [ध्रियते ] ધારણ કરવામાં આવે છે તે [यमः ] યમ છે.
ટીકા : — ‘भोगोपभोगसंहारात्’ ભોગ – ઉપભોગના પરિમાણની અપેક્ષાએ અર્થાત્ ભોગ અને ઉપભોગના પરિમાણનો આશ્રય કરીને ‘द्वेधा विहितौ’ બે પ્રકારો કહેવામાં આવ્યા છે. કયા? ‘नियमो यमश्च’ નિયમ અને યમ એવા બે. તેમાં નિયમ શું? અને યમ શું? તે કહે છે — ‘नियमः परिमितकालो’ ધારેલા નિયત કાળ સુધી ભોગોપભોગનું પરિમાણ કરવામાં આવે છે તે નિયમ છે અને જીવનપર્યન્ત ભોગોપભોગનું પરિમાણ ધારણ કરવામાં આવે છે તે યમ છે.
ભાવાર્થ : — ભોગોપભોગ પરિમાણ વ્રતમાં નિયમ અને યમ – એમ બે પ્રકારના ત્યાગનું વિધાન કરવામાં આવ્યું છે. તે જે ત્યાગ ઘડી, કલાક આદિ નિયત સમયની મર્યાદાથી કરવામાં આવે છે તે નિયમ કહેવાય છે અને જે ત્યાગ જીવનપર્યંત કરવામાં આવે છે તે યમ કહેવાય છે.