૨૨૪ ]
तत्र परिमितकाले तत्संहारलक्षणनियमं दर्शयन्नाह —
युगलं । नियमो भवेत् । किं तत् ? प्रत्याख्यानं । कया ? कालपरिच्छित्या । तामेव कालपरिच्छितिं दर्शयन्नाह — अद्येत्यादि, अद्येति प्रवर्तमानघटिकाप्रहरादिलक्षणकालपरिच्छित्या
વ્રતીને ભક્ષ્ય વસ્તુઓનો નિયમરૂપ ત્યાગ હોય છે અને અભક્ષ્ય વસ્તુઓનો યમરૂપ ત્યાગ હોય છે. (વધુ માટે જુઓ શ્લોક ૮૮ – ૮૯નો ભાવાર્થ અને વિશેષ). ૮૭.
તેમાં નિયત કાળના વિષયમાં, તેનો (ભોગોપભોગનો) ત્યાગરૂપ નિયમ દર્શાવીને કહે છે.
અન્વયાર્થ : — [भोजनवाहनशयनस्नानपवित्राङ्गरागकुसुमेषु ] ભોજન, વાહન, શય્યા (પથારી), સ્નાન, પવિત્ર અંગ વિલેપન, પુષ્પો [ताम्बूलवसनभूषणमन्मथसंगीतगीतेषु ] પાન, વસ્ત્ર, અલંકાર, કામભોગ, સંગીત અને ગીતના વિષયમાં, [अद्य ] આજ, [दिवा ] એક દિવસ, [रजनी ] એક રાત, [पक्षः ] એક પખવાડિયું, [मासः ] એક માસ [ऋतुः ] બે માસ [वा ] અથવા [अयनं ] છ માસ [इति ] એ પ્રમાણે [कालपरिच्छित्त्या ] કાળ વિભાગથી (કાળની મર્યાદાથી) [प्रत्याख्यानं ] ત્યાગ કરવો તે (ભોગોપભોગપરિમાણ વ્રતમાં) [नियमः ] નિયમ [भवेत् ] છે.
ટીકા : — ‘भोजनेत्यादि’ ભોજન, ઘોડા આદિરૂપ વાહન, પલંગ આદિરૂપ શયન, સ્નાન, કેસરાદિના વિલેપનરૂપ પવિત્ર અંગરાગ; આ પવિત્ર અંગરાગ અંજન અને તિલકાદિનું ઉપલક્ષણ છે. અંગરાગ સાથે પવિત્ર વિશેષણ આપવામાં આવ્યું છે તે દોષને દૂર કરવા માટે આપવામાં આવ્યું છે. તેનાથી સદોષ ઔષધ આદિ અંગરાગનું નિરાકરણ