કહાનજૈનશાસ્ત્રમાળા ]
प्रत्याख्यानं । तथा दिवेति । रजनी रात्रिरिति वा । पक्ष इति वा । मास इति वा । ऋतुरिति वा मासद्वयं । अयनमिति वा षण्मासा । इत्येवं कालपरिच्छित्या प्रत्याख्यानं । केष्वित्याह — भोजनेत्यादि भोजनं च, वाहनं च घोटकादि, शयनं च पल्यङ्कादि, स्नानं च, पवित्राङ्गरागश्च पवित्रश्चासावङ्गरागश्च कुंकुमादिविलेपनं । उपलक्षणमेतदञ्जनतिलकादीनां पवित्रविशेषणं दोषापनयनार्थं तेनौषधाद्यङ्गरागो निरस्तः । कुसुमानि च तेषु विषयभूतेषु । तथा ताम्बूलं च वसनं च वस्त्रं भूषणं च कटकादि मन्मथश्च कामसेवा संगीतं च गीतनृत्यवादित्रत्रयं गीतं च केवलं नृत्यवाद्यरहितं तेषु च विषयेषु अद्येत्यादिरूपं कालपरिच्छित्या यत्प्रत्याख्यानं स नियम इति व्याख्यातम् ।।८८ – ८९।। થાય છે અને પુષ્પો — આ વિષયોમાં તથા તામ્બૂલ (પાન), વસન (વસ્ત્ર), કટકાદિ (આભૂષણ), મન્મથ (કામસેવન), જેમાં ગીત, નૃત્ય અને વાજિંત્ર એ ત્રણેય હોય એવું સંગીત અને જેમાં નૃત્ય, વાદિત્ર રહિત એકલું ગીત હોય એવું ગીત – આ બધા વિષયોમાં કાળવિભાગથી જે ત્યાગ કરવામાં આવે છે તે નિયમ છે; એમ કહેવામાં આવ્યું છે. ‘अद्येत्यादि’ ચાલુ દિવસમાં એક ઘડી, એક પ્રહરાદિ કાળનું પરિમાણ કરીને ત્યાગ કરવો તે આજનો ત્યાગ છે. એક દિવસ, એક રાત, એક પક્ષ (પખવાડિયું), એક માસ, બે માસ, છ માસ — એ પ્રમાણે કાળવિભાગથી ભોજનાદિનો ‘प्रत्याख्यानम्’ ત્યાગ કરવો તે ‘नियमः भवेत्’ નિયમ કહેવાય છે.
ભાવાર્થ : — ભોજન, વાહન (રથ, ઘોડા, પાલખી, મોટર વગેરે), શયન (ખાટ, પલંગ, ગાદી – તકીયા, રજાઈ વગેરે), સ્નાન (ગરમ જળ, ચોકી આદિ સાધન), પવિત્ર અંગરાગ (સાબુ, તેલ, અત્તર, ફુલેલ આદિ સુગંધિત વસ્તુઓથી વિલેપનાદિ), કુસુમ (પુષ્પમાળા વગેરે), તામ્બૂલ (પાન – સોપારી, ઇલાયચી આદિ મુખવાસની વસ્તુઓ), વસન (વસ્ત્ર, ઘોતી, ચાદર, પગરખાં, ટોપી, કોટ, ખમીસ વગેરે), ભૂષણ (બંગડી, બાજૂબંધ, કંકણ, કુંડલ, મુકુટ, હાર, વીંટી વગેરે), મન્મથ (સ્ત્રીભોગ), સંગીત (નૃત્ય, વાદ્ય, ગાયન સહિત રાગોનું સાંભળવું, નાટકાદિનું જોવું), ગીત (સ્ત્રીઓનાં ગીત – વસંત રાગ વગેરે) — એ ભોજનાદિ બાર ભોગ – ઉપભોગની વસ્તુઓનો ઘડી, પ્રહર, દિવસ, રાત્રિ, પક્ષ, માસ, ૠતુ (બે માસ) અને અયન (છ માસ), આદિ કાળની મર્યાદાપૂર્વક ત્યાગ કરવો તે નિયમ છે.
અયોગ્ય (અભક્ષ્ય) ભોગોપભોગની ચીજોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને