Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 216 of 315
PDF/HTML Page 240 of 339

 

૨૨૬ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

યોગ્ય (ભક્ષ્ય) ભોગોપભોગની વસ્તુઓનું પ્રમાણ કરવું જોઈએ. તેના માટે નીચેના ૧૭ નિયમો નિત્ય કરવા જોઈએ

भोजने षट्रसे पाने कुंकुमादि विलेपनेें
पुष्प ताम्बूल गीतेषु नृतादौ ब्रह्मचर्यके ।।
स्नान भूषण वस्त्रादौ वाहने शयनासने
सचित्तवस्तु संख्यादौ प्रमाणं भज प्रत्यहम् ।।
૧.આજે અમુક વાર ભોજન કરીશ.
૨.છ રસોદૂધ, ઘી, દહીં, સાકરગોળ, મીઠું, તેલમાંથી અમુક રસનો ત્યાગ
કરીશ.
૩.શરબત, ચા, જલપાન અમુક વાર કરીશ.
૪.ચંદન, કેશર, તેલ યા કુંકુમાદિનું વિલેપન અમુક વાર કરીશ.
૫.અમુક પ્રકારના પુષ્પોનો અમુક વાર ઉપયોગ કરીશ.
૬.પાનસોપારી, ઇલાયચી આદિ સ્વાદ ચીજો અમુક વાર ખાઈશ.
૭.આજે ગીત સાંભળીશ કે નહિ.
૮.આજે નાચ દેખીશ કે નહિ.
૯.આજે બ્રહ્મચર્યનું પાલન કરીશ કે નહિ.
૧૦. આજે અમુક વખત સ્નાન કરીશ.
૧૧. અમુક આભૂષણ પહેરીશ.
૧૨. ગાડી, ઘોડા, તાંગા, રેલ, મોટર સાયકલ આદિ અમુક વાહનનો ઉપયોગ કરીશ.
૧૩. અમુક બિસ્તર, પલંગ આદિનો શયન માટે ઉપયોગ કરીશ.
૧૪. ખુરશી, ટેબલ, બેન્ચ, ગાદી, તકિયા આદિ અમુક આસનો ઉપયોગમાં લઈશ.
૧૫. સચિત્ત (લીલું શાક)
આજે અમુક શાક ખાઈશ.
૧૬. અન્ય વસ્તુઓ અમુક રાખીશ.