કહાનજૈનશાસ્ત્રમાળા ]
भोगोपभोगपरिमाणस्येदानीमतीचारानाह —
આવી રીતે ભોગ્ય વસ્તુઓનો પણ, તે ભોગવવાની લાલસારૂપ રાગજનિત ભાવહિંસાને ઘટાડવા માટે, કાળની મર્યાદાથી (નિયમરૂપ) ત્યાગ કરવો તે વ્રતી માટે યોગ્ય છે.
વળી પુરુષાર્થસિદ્ધિ – ઉપાયમાં કહ્યું છે કે —
‘‘બુદ્ધિમાન શ્રાવક પોતાની શક્તિનો વિચાર કરીને ખાવા યોગ્ય પદાર્થો પણ છોડે અને જે સર્વથા ન છૂટી શકે તેમાં એક દિવસ, એક રાત, બે દિવસ, એક અઠવાડિયું, પખવાડિયું વગેરેની મર્યાદા કરીને ક્રમે – ક્રમે છોડે.’’ (શ્લોક ૧૬૪ની ટીકા)
‘‘પ્રથમ કરેલી મર્યાદામાં ફરીથી પણ તે સમયની અર્થાત્ વર્તમાન સમયની પોતાની શક્તિનો વિચાર કરીને દરરોજ મર્યાદામાં પણ થોડી મર્યાદા કરવા યોગ્ય છે.’’ (શ્લોક ૧૬૫ની ટીકા)
‘‘જે ગૃહસ્થ આ રીતે મર્યાદારૂપ ભોગોથી સંતુષ્ટ થઈને ઘણા ભોગોને છોડી દે છે, તેને ઘણી હિંસાના ત્યાગથી અહિંસાવ્રત થાય છે.’’ (શ્લોક ૧૬૬ની ટીકા) ૮૮. ૮૯.
હવે ભોગોપભોગપરિમાણ વ્રતના અતિચાર કહે છે —
અન્વયાર્થ : — [विषयविषतः ] વિષયરૂપી વિષથી [अनुपेक्षा ] ઉપેક્ષા કરવી નહિ અર્થાત્ તેનો આદર કરવો, [अनुस्मृतिः ] ભોગવેલા વિષયોનું વારંવાર સ્મરણ કરવું, [अतिलौल्यम् ] ભોગ ભોગવ્યા છતાં ફરી ફરીને તે ભોગવવાની લોલુપતા – તીવ્ર ઇચ્છા રાખવી, [अतितृषा ] ભવિષ્યકાળના ભોગોની પ્રાપ્તિ માટે અત્યંત ઇચ્છા રાખવી અને [अतिअनुभवः ] વર્તમાન વિષયની અત્યંત આસક્તિથી ભોગ ભોગવવા – એ [पञ्च ] પાંચ [भोगोपभोगपरिमाव्यतिक्रमाः ] ભોગોપભોગપરિમાણવ્રતના અતિચાર [कथ्यन्ते ] કહેવાય છે.