૨૨૮ ]
भोगोपभोगपरिमाणं तस्य व्यतिक्रमा अतीचाराः पंच कथ्यन्ते । के ते इत्याह विषयेत्यादि — विषय एव विषं प्राणिनां दाहसंतापादिविधायित्वात् तेषु ततोऽनुपेक्षा उपेक्षायास्त्यागस्याभावोऽनुपेक्षा आदर इत्यर्थः । विषयवेदनाप्रतिकारार्थो हि विषयानुभवस्तस्मात्तत्प्रतीकारे जातेऽपि पुनर्यत्संभाषणालिंगनाद्यादरः सोऽत्यासक्ति- जनकत्वादतीचारः । अनुस्मृतिस्तदनुभवात्प्रतीकारे जातेऽपि पुनर्विषयाणां सौंदर्यसुखसाधन- त्वादनुस्मरणमत्यासक्तिहेतुत्वादतीचारः । अतिलौल्यमति-गृद्धिस्तत्प्रतीकारजातेऽपि पुनः पुनस्तदनुभवाकांक्षेत्यर्थः । अतितृषा भाविभोगोपभोगा-देरतिगृद्ध्या प्राप्त्याकांक्षा । अत्यनुभवो नियतकालेऽपि यदा भोगोपभोगावनुभवति तदाऽत्यासक्त्यानुभवति न पुनर्वेदना- प्रतीकारतयाऽतोऽतीचारः ।।९०।।
ટીકા : — ભોગોપભોગપરિમાણના પાંચ અતિચારો કહેવામાં આવે છે. તે કયા છે તે કહે છે. ‘विषयेत्यादि’ જેવી રીતે વિષ પ્રાણીઓને દાહ અને સંતાપ આદિ ઉત્પન્ન કરે છે, તેવી રીતે વિષય પણ પ્રાણીઓને દાહ અને સંતાપ આદિ ઉત્પન્ન કરે છે; તેથી વિષય વિષની સમાન છે. આ વિષયરૂપ વિષમાં અથવા વિષથી ઉપેક્ષા ન હોવી – ત્યાગ ન હોવો અર્થાત્ તેમના પ્રતિ આદરભાવ બન્યો રહેવો તે અનુપ્રેક્ષા નામનો અતિચાર છે. વિષયોનાં અનુભવ – ઉપભોગ વિષય – વેદનાના પ્રતિકાર માટે કરવામાં આવે છે; વિષયાનુભવથી વેદનાનો પ્રતિકાર થઈ ગયા પછી પણ ફરી – ફરી સંભાષણ તથા આલિંગન આદિમાં જે આદર છે તે અતિ આસક્તિજનક હોવાથી અતિચાર છે. ‘अनुस्मृति’ વિષયના અનુભવથી વેદનાનો પ્રતિકાર થઈ ગયા પછી પણ સૌંદર્યસુખનું સાધન હોવાથી વિષયોનું વારંવાર સ્મરણ કરવું તે અનુસ્મૃતિ નામનો અતિચાર છે. અતિ આસક્તિનું કારણ હોવાથી તે અતિચાર છે. ‘अतिलौल्यम्’ વિષયોમાં અતિગૃદ્ધિ રાખવી, વિષયાનુભવથી વેદનાનો પ્રતિકાર થઈ ગયા પછી પણ તેને વારંવાર ભોગવવાની આકાંક્ષા રાખવી તે અતિલૌલ્ય નામનો અતિચાર છે. ‘अतितृषा’ આગામી ભોગોપભોગાદિની પ્રાપ્તિની અતિગૃદ્ધિપૂર્વક આકાંક્ષા રાખવી તે અતિતૃષા નામનો અતિચાર છે. ‘अत्यनुभवो’ નિયતકાળમાં પણ જ્યારે ભોગ અને ઉપભોગને ભોગવે છે ત્યારે તે અતિ – આસક્તિપૂર્વક ભોગવે છે પણ વેદનાના પ્રતિકારરૂપે તે ભોગવતો નથી, તેથી તે અત્યનુભવ નામનો અતિચાર છે.
ભાવાર્થ : — ભોગોપભોગપરિમાણ વ્રતના પાંચ અતિચાર —
વાર્તાલાપ અને આલિંગન દ્વારા તેનો આદર કરવો.