કહાનજૈનશાસ્ત્રમાળા ]
રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૨૯
इति प्रभावचन्द्रविरचितायां समन्तभद्रस्वामिविरचितोपासकाध्ययनटीकायां
तृतीयः परिच्छेदः ।।३।।
૨. અનુસ્મૃતિ — ભોગવેલા વિષયોનું વારંવાર સ્મરણ કરવું.
૩. અતિલૌલ્ય — વર્તમાનમાં ભોગ ભોગવ્યા છતાં વારંવાર તેને ભોગવવાની ઇચ્છા
કરવી.
૪. અતિતૃષા — ભાવિ ભોગોની પ્રાપ્તિ માટે અત્યંત ઇચ્છા કરવી.
૫. અતિઅનુભવ — ભોગ ભોગવવા છતાં, વિષય – વેદનાના પ્રતિકારની ઇચ્છા વિના,
અત્યંત આસક્તિથી ભોગવવા.
વિશેષ
ભોગોપભોગપરિમાણ વ્રતનો ધારક સચિત્ત વસ્તુઓના ત્યાગના અભ્યાસ માટે તે વસ્તુઓનો નિયમરૂપ ત્યાગ કરે છે. તે દ્રષ્ટિએ શ્રી ઉમાસ્વામીએ તત્ત્વાર્થસૂત્રમાં ઉપભોગપરિમાણ વ્રતના નીચે પ્રમાણે પાંચ અતિચાર આપ્યા છે —
सचित्तसम्बन्धसम्मिश्राभिषवदुःपक्वाहाराः ।। અ. ૭/૩૫
સચિત્ત, સચિત્તસંબંધ, સચિત્તમિશ્ર, અભિષવ અને દુઃપકવ — એ પાંચ અતિચાર છે.
૧. સચિત્તાહાર — જીવ સહિત પુષ્પ – ફળાદિનો આહાર કરવો.
૨. સચિત્તસંબંધાહાર — સચિત્ત વસ્તુઓથી સ્પર્શેલા પદાર્થોનો આહાર કરવો.
૩. સચિત્તસંમિશ્રાહાર — સચિત્ત પદાર્થો સાથે મિશ્ર થયેલા પદાર્થોનો આહાર કરવો.
૪. આભષવ — પુષ્ટિકારક પદાર્થોનો આહાર કરવો.
૫. દુઃપકવાહાર — સારી રીતે નહિ પકવેલા પદાર્થોનો આહાર કરવો તથા જે પદાર્થો
મહા મુશ્કેલીથી લાંબા સમય પછી પચે તેનો આહાર કરવો. ૯૦.
એ પ્રમાણે શ્રી સમન્તભદ્ર સ્વામી વિરચિત ઉપાસકાધ્યયનની
શ્રી પ્રભાચંદ્રવિરચિત ટીકામાં તૃતીય પરિચ્છેદ પૂર્ણ થયો.