કહાનજૈનશાસ્ત્રમાળા ]
देशावकाशिकमित्यादिचतुःप्रकारसद्भावात् । वाशब्दोऽत्र १परस्परप्रकारसमुच्चये । देशावकाशिकादीनां लक्षणं स्वयमेवाग्रे ग्रन्थकारः करिष्यति ।।९१।।
तत्र देशावकाशिकस्य तावल्लक्षणं —
देशावकाशिकं देशे मर्यादीकृतदेशमध्येऽपि स्तोकप्रदेशेऽवकाशो नियतकालमवस्थानं सोऽस्यास्तीति देशावकाशिकं शिक्षाव्रतं स्यात् । कोऽसौ ? प्रतिसंहारो व्यावृत्तिः । कस्य ? देशस्य । कथंभूतस्य ? विशालस्य बहोः । केन ? कालपरिच्छेदनेन दिवसादिकालमर्यादया ।
અહીં ‘वा’ શબ્દ પરસ્પર પ્રકારના સમુચ્ચયના અર્થમાં છે. દેશાવકાશિક આદિનું લક્ષણ ગ્રંથકાર સ્વયં આગળ કરશે.
ભાવાર્થ : — જેનાથી મુનિવ્રત પાળવાની શિક્ષા મળે તેને શિક્ષાવ્રત કહે છે. તેના ચાર પ્રકાર છે —
૧. દેશાવકાશિક, ૨. સામાયિક, ૩. પ્રોષધોપવાસ અને ૪. વૈયાવૃત્ય. ૯૧. તેમાં પ્રથમ દેશાવકાશિક (શિક્ષાવ્રત)નું લક્ષણ કહે છે —
અન્વયાર્થ : — [प्रत्यहम् ] દરરોજ [कालपरिच्छेदनेन ] કાળના માપથી (અર્થાત્ નિયત કાળસુધી) મર્યાદા કરીને [विशालस्य देशस्य ] (દિગ્વ્રતમાં મર્યાદિત કરેલા) વિશાલ ક્ષેત્રનું [प्रतिसंहारः ] સંકોચવું – ઘટાડવું તે [देशावकाशिकं ] દેશાવકાશિક શિક્ષાવ્રત [स्यात् ] છે. [अणुव्रतानाम् ] આ વ્રત અણુવ્રતના ધારકોને – શ્રાવકોને હોય છે.
ટીકા : — ‘देशावकाशिकं’ (દિગ્વ્રતમાં) મર્યાદિત કરેલા ક્ષેત્રની અંદર પણ (વધારે મર્યાદા કરીને) થોડા ક્ષેત્રમાં નિયત કાળ સુધી રહેવું તે દેશાવકાશ છે; આ દેશાવકાશ જે વ્રતનું પ્રયોજન છે તે દેશાવકાશિક શિક્ષાવ્રત છે. શું તે? ‘विशालस्य देशस्य प्रत्यहं कालपरिच्छेदनेन प्रतिसंहारो’ દિગ્વ્રત નામના ગુણવ્રતમાં જીવનપર્યન્ત જે વિશાળ ક્ષેત્ર १. परस्परसमुचच्ये घ० ।