કહાનજૈનશાસ્ત્રમાળા ]
सीम्नामित्यत्र ‘‘१स्मृत्यर्थदयीशां कर्म’’ इत्यनेन षष्ठी । केषां सीमाभूतानां ? गृहहारिग्रामाणां हारिः कटकं । तथा क्षेत्रनदी दावयोजनानां च दावो वनं । कस्यैतेषां सीमाभूतानां ? देशावकाशिकस्य देशनिवृत्तिव्रतस्य ।।९३।।
एवं द्रव्याविधं योजनावधिं चास्य प्रतिपाद्य कालावधिं प्रतिपादयन्नाह —
કર્માર્થે છઠ્ઠી વિભક્તિમાં છે. કઈ મર્યાદાભૂત (વસ્તુઓને)? ‘गृहहारिग्रामाणाम्’ ઘર, હારિ (કટક – મથક – સેનાની છાવણી) અને ગામને તથા ‘क्षेत्रनदी दावयोजनानां च’ ક્ષેત્ર, નદી, વન અને યોજનને (આટલા યોજન સુધી). કોની તે મર્યાદાઓ છે? ‘देशावकाशिकस्य’ દેશાવકાશિક વ્રતની – દેશવિરતી વ્રતની.
ભાવાર્થ : — દેશાવકાશિક વ્રતમાં આવાગમનાદિના ક્ષેત્રની મર્યાદા, કાળ વિભાગથી, કોઈ પ્રસિદ્ધ ઘર, ગલી (છાવણી), ગામ, ક્ષેત્ર, નદી, વન અને અમુક યોજન (સુધી) દ્વારા કરવામાં આવે છે — એમ ગણધરદેવાદિ કહે છે. આ મર્યાદાઓ પોતાની આવશ્યકતાનુસાર પ્રતિદિન યથાશક્તિ કરવામાં આવે છે.
દિગ્વ્રતમાં મર્યાદિત ક્ષેત્ર વિશાળ હોય છે અને તે ક્ષેત્રની બહાર મન – વચન – કાયાદિની પ્રવૃત્તિનો ત્યાગ જીવનપર્યન્ત હોય છે, જ્યારે દેશવ્રતમાં મર્યાદિત કરેલું ક્ષેત્ર બહુ નાનું હોય છે અને તે નાના ક્ષેત્રની બહાર આવાગમનાદિ તથા મન – વચન – કાયની પ્રવૃત્તિનો ત્યાગ અમુક દિવસ, મહિનાદિ કાળ – વિભાગથી કરવામાં આવે છે. દિગ્વ્રત કરતાં દેશવ્રતમાં પાપવિરતિનું ક્ષેત્ર બહુ વિશાળ હોય છે. દિગ્વ્રતમાં હિંસાદિ પાપની વિરતિ જીવનપર્યંત હોય છે, જ્યારે દેશવ્રતમાં પાપની વિરતિ (ત્યાગ) અમુક કાળમર્યાદાથી હોય છે, આટલો બંનેમાં તફાવત હોય છે. ૯૩.
એ પ્રમાણે તેની (દેશાવકાશિક વ્રતની) દ્રવ્યાવધિ અને યોજનાવિધિનું પ્રતિપાદન કરીને (હવે) કાળાવધિનું પ્રતિપાદન કરી કહે છે —
અન્વયાર્થ : — [प्राज्ञाः ] ગણધરદેવાદિક બુદ્ધિમાન પુરુષ [संवत्सरम् ] १. ‘अधीगर्थदयेशां कर्मणि’ पाणिनीय सूत्र ।