૨૩૪ ]
देशावकाशिकस्य कालावधिं कालमर्यादां प्राहुः । के त ? प्राज्ञाः गणधरदेवादयः । किं तदित्याह संवत्सरमित्यादि — संवत्सरं यावदेतावत्येव देशे मयाऽवस्थातव्यं । तथा ऋतुमयनं वा यावत् । तथा मासचतुर्मासपक्षं यावत् । ऋक्षं च चन्द्रभुक्त्या आदित्यभुक्त्या वा इदं नक्षत्रं यावत् ।।९४।।
एवं देशावकाशिकव्रते कृते सति ततः परतः किं स्यादित्याह —
એક વર્ષ [ऋतुः ] બે માસ, [अयनम् ] છ માસ, [मासचतुर्मासपक्षम् ] એક માસ, ચાર માસ, પક્ષ (પખવાડિયું – પંદર દિવસ) [च ] અને [ऋक्षं ] એક નક્ષત્ર સુધી — એ રીતે [देशावकाशिकस्य ] દેશાવકાશિકવ્રતની [कालावधिं ] કાળની મર્યાદા [प्राहुः ] કહે છે.
ટીકા : — ‘देशावकाशिकस्य कालावधिं प्राहुः’ દેશાવકાશિકવ્રતની કાળમર્યાદા કહે છે. (કોણ કહે છે?) ‘प्राज्ञाः’ ગણધરદેવાદિ. ‘તે શું છે?’ તે કહે છે — ‘संवत्सरमित्यादि’ એક વર્ષ સુધી મારે આટલા જ ક્ષેત્રમાં રહેવું, તથા ‘ऋतु’ એટલે બે માસ, ‘अयनं’ એટલે છ માસ તથા એક માસ, ચાર માસ, એક પખવાડિયું અને ‘ऋक्षं’ એટલે ચંદ્રભુક્તિ વા આદિત્યભુક્તિ આ નક્ષત્ર સુધી (મારે એકલા જ ક્ષેત્રમાં રહેવું – એવી સમયની મર્યાદાને દેશાવકાશિકવ્રતની કાળમર્યાદા કહે છે.)
ભાવાર્થ : — દેશાવકાશિકવ્રતમાં કાળની મર્યાદા, એક વર્ષ (બે વર્ષ આદિ), બે માસ (વસન્ત, હેમન્ત આદિ છ ૠતુ), છ માસ (અયન – ઉત્તરાયણ અને દક્ષિણાયન), માસ, ચાતુર્માસ (વર્ષાકાળ, શીતકાળ અને ઉષ્ણકાળ), પક્ષ (શુકલ પક્ષ અને કૃષ્ણપક્ષ) અને ૠક્ષ (નક્ષત્ર) સુધી યથાશક્તિ દરરોજ કરવામાં આવે છે. ૯૪.
એ પ્રમાણે દેશાવકાશિક વ્રત કરવામાં આવતાં તેની (મર્યાદાની) બહાર શું થાય છે? તે કહે છે —
અન્વયાર્થ : — [सीमान्तानाम् ] (દેશાવકાશિક વ્રતમાં કરેલી) સીમા (મર્યાદા)ની