Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 225 of 315
PDF/HTML Page 249 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૨૩૫

प्रसाध्यन्ते व्यवस्थाप्यन्ते कानि ? महाव्रतानि केन ? देशावकाशिकेन च न केवलं दिग्विरत्यापितु देशावकाशिकेनापि कुतः ? स्थूलेतरपंचपापसंत्यागात् स्थूलेतराणि च तानि हिंसादिलक्षणपंचपापानि च तेषां सम्यक् त्यागात् क्व ? सीमान्तानां परतः देशावकाशिकव्रतस्य सीमाभूता ये ‘अन्ताधर्मा’ गृहादयः संवत्सरादिविशेषाः तेषां वा अन्ताः पर्यन्तास्तेषां परतः परस्मिन् भागे ।।९५।। [परतः ] બહાર [स्थूलेतरपञ्चपापसंत्यागात् ] સ્થૂળ અને સૂક્ષ્મબંને પ્રકારનાં પાપોનો ત્યાગ હોવાથી [देशावकाशिकेन ] દેશાવકાશિક વ્રત દ્વારા [महाव्रतानि ] મહાવ્રત [प्रसाध्यन्ते ] (ઉપચારથી) સિદ્ધ થાય છે.

ટીકા :प्रसाध्यन्ते’ સાધવામાં આવે છેસ્થાપવામાં આવે છે. શું? महाव्रतानि’ મહાવ્રત. કોની દ્વારા? देशावकाशिकेन च’ દેશાવકાશિકવ્રત દ્વારા અર્થાત્ ન કેવલ દિગ્વિરતિવ્રત દ્વારા પરંતુ દેશાવકાશિકવ્રત દ્વારા પણ. શાથી? स्थूलेतरपञ्चपापसंत्यागात्’ સ્થૂળ અને સૂક્ષ્મ હિંસાદિરૂપ પાંચ પાપોના સમ્યક્ ત્યાગથી. કયા (ત્યાગ)? सीमान्तानां परतः’ દેશાવકાશિકવ્રતની સીમા (મર્યાદા)રૂપ ગૃહાદિ અંત (અંતિમ હદરેખા) સુધી તથા સંવત્સરાદિ કાળવિશેષના અંત સુધી, (દેશાવકાશિકવ્રતમાં કરેલી) મર્યાદાની બહારના ભાગમાં (ક્ષેત્રમાં) હિંસાદિ પાપોના ત્યાગથી ઉપચારથી મહાવ્રત સાધિત થાય છે.

ભાવાર્થ :દેશાવકાશિકવ્રતની ક્ષેત્રમર્યાદાની બહાર દિગ્વ્રતની જેમ દેશવ્રતીને પણ સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારનાં પાપોનો અભાવ હોવાથી તેનું દેશવ્રત મર્યાદા બહાર મહાવ્રત જેવું થઈ જાય છેઅર્થાત્ તેનું દેશવ્રત મર્યાદા બહાર ઉપચારથી મહાવ્રત છે, પરંતુ સાક્ષાત્ મહાવ્રત નથી, કારણ કે તેને મહાવ્રતના ભાવને ઘાતવામાં નિમિત્તરૂપ પ્રત્યાખ્યાનાવરણ કષાયનો સદ્ભાવ છે.

‘‘જે મનુષ્યે જીવનપર્યન્ત દક્ષિણમાં કન્યાકુમારી અને ઉત્તરમાં હિમાલય સુધીની દિગ્વ્રતની મર્યાદા કરી છે, તે હંમેશા તો હિમાલય કે કન્યાકુમારી જતો નથી, તેથી તે પ્રતિજ્ઞા કરે છે કે ‘હું અમુક દિવસ સુધી ભાવનગરમાં જ રહીશ, તેની બહાર જઈશ નહિ.’ તો તેટલા સમય સુધી ભાવનગરની હદની બહારના પ્રદેશમાં અહિંસાનું સર્વ પ્રકારે પાલન હોવાથી તેનું દેશાવકાશિકવ્રત ઉપચારથી મહાવ્રત નામ પામે છે. ૯૫. ૧. જુઓ, શ્લોક ૭૧નો ભાવાર્થ.