કહાનજૈનશાસ્ત્રમાળા ]
एवं देशावकाशिकरूपं शिक्षाव्रतं व्याख्यायेदानीं सामायिकरूपं तद्व्याख्यातुमाह —
પોતે મર્યાદાની અંદર ઊભો રહે, પરંતુ મર્યાદા બહાર કામ કરતા માણસો પ્રતિ આવા ઇશારા કરે તે યા તેમની સાથે આવી રીતે સંબંધ રાખે તે અતિચાર૧ છે, અર્થાત્ વ્રતનો એકદેશ ભંગ છે.
એ પ્રમાણે દેશાવકાશિકરૂપ શિક્ષાવ્રતનું વ્યાખ્યાન કરીને હવે સામાયિકરૂપ શિક્ષાવ્રતનું વ્યાખ્યાન કરવાને કહે છે —
અન્વયાર્થ : — [सामायिकाः ] આગમના જાણનાર – ગણધરદેવાદિ [अशेषभावेन ] સર્વ ભાવથી (અર્થાત્ મન – વચન – કાય અને કૃત – કારિત – અનુમોદનાથી) [सर्वत्र ] સર્વત્ર (અર્થાત્ મર્યાદાની બહાર અને અંદર) [आसमयमुक्ति ] સામાયિક માટે નિશ્ચિત કરેલા સમય સુધી (અર્થાત્ સામાયિક માટે કરેલી પ્રતિજ્ઞાનો સમય પૂર્ણ થાય ત્યાં સુધી) ૧. દેશવ્રતના અતિચાર — आनयनप्रेष्यप्रयोगशब्दरूपानुपातपुद्गलक्षेपाः ।