૨૩૮ ]
सामयिकं नाम स्फु टं शंसन्ति प्रतिपादयन्ति । के ते ? सामयिकाः समयमागमं विन्दन्ति ये ते सामायिका गणधरदेवादयः । किं तत् ? मुक्तं मोचनं परिहरणं यत् तत् सामयिकं । केषां मोचनं ? पंचाघानां हिंसादिपंचपापानां । कथं ? आसमयमुक्ति वक्ष्यमाणलक्षणसमयमोचनं आ समन्ताद्व्याप्य गृहीतनियमकालमुक्तिं यावदित्यर्थः । कथं तेषां मोचनं ? अशेषभावेन सामस्त्येन न पुनर्देशतः । सर्वत्र च अवधेः परभागे अपरभागे च । अनेन देशावकाशिकादस्य भेदः प्रतिपादितः ।।९७।। [पंचाघानाम् ] પાંચ (હિંસાદિ) પાપોના [मुक्तं ] ત્યાગને [सामयिकं नाम ] સામાયિક નામનું શિક્ષાવ્રત [शंसन्ति ] કહે છે.
ટીકા : — ‘सामयिकं नाम शंसन्ति’ ખરેખર સામાયિક (શિક્ષાવ્રત) કહે છે — સામાયિકનું પ્રતિપાદન કરે છે. કોણ તે? ‘सामयिकाः’ સમય એટલે આગમને (શાસ્ત્રને) જે જાણે છે તે સામાયિકો – ગણધરદેવાદિ. શું તે? ‘मुक्तं’ જે છોડવું તે – ત્યાગવું તે સામાયિક છે. કોનું ત્યાગવું? ‘पञ्चाघानाम्’ હિંસાદિ પાંચ પાપોનું. કઈ રીતે? ‘आसमयमुक्ति’ કરવા ધારેલી પ્રતિજ્ઞાનો સમય છૂટે – સર્વ તરફથી વ્યાપ્ત અર્થાત્ પૂરો થાય ત્યાં સુધી – સામાયિક માટે સ્વીકારેલો નિશ્ચિત કાળ છૂટે અર્થાત્ પૂર્ણ થાય ત્યાં સુધી એવો અર્થ છે. તેમનું (પાંચ પાપોનું) કઈ રીતે મોચન – ત્યાગ? ‘अशेषभावेन’ (તે ત્યાગ) સમસ્ત ભાવથી (સંપૂર્ણરૂપથી), એકદેશથી નહિ; અને ‘सर्वत्र’ સર્વત્ર અર્થાત્ મર્યાદાની બહાર અને અંદર. આનાથી દેશાવકાશિકના ભેદનું (સામાયિક શિક્ષાવ્રતનું) પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
ભાવાર્થ : — સામાયિક વખતે કરેલી મર્યાદાની અંદર અને બહાર – સર્વત્ર (બધી જગ્યાએ) સામાયિક માટે નિશ્ચિત કરેલા સમય સુધી, હિંસાદિ પાંચે પાપોના મન – વચન – કાય અને કૃત – કારિત – અનુમોદનાથી કરેલા ત્યાગને ગણધરદેવાદિ સામાયિક શિક્ષાવ્રત કહે છે.
પોતાની કરેલી મર્યાદામાં પણ સામાયિકના નિશ્ચિત કાળ સુધી ભોગોપભોગનો સર્વથા ત્યાગ કરવાથી, સામાયિક વ્રતધારી શ્રાવક પણ મુનિવત્ પાંચ પાપોથી સર્વથા રહિત થઈ જાય છે.
સામાયિક વ્રતમાં હિંસાદિ પાંચે પાપોનો સર્વથા ત્યાગ હોય છે અને રાગ – દ્વેષના ત્યાગરૂપ સર્વ પ્રાણીઓ પ્રત્યે સામ્યભાવ હોય છે. વળી કહ્યું છે કે —