કહાનજૈનશાસ્ત્રમાળા ]
आसमयमुक्तीत्यत्र यः समयशब्दः प्रतिपादितस्तदर्थं व्याख्यातुमाह —
समयज्ञा आगमज्ञाः । समयं जानन्ति । किं तत् ? मूर्धरुहमुष्टिवासोबन्धं, बन्धशब्दः प्रत्येकमभिसम्बद्धयते मूर्धरूहाणां केशानां बन्धं बन्धकालं समयं जानन्ति । तथा मुष्टिबन्धं
સર્વ પ્રાણીઓ તરફ સમતાભાવ, સંયમ (ઇન્દ્રિય – સંયમ અને પ્રાણી – સંયમ) માટે શુભ ભાવના અને આર્ત્ત તથા રૌદ્ર પરિણામનો ત્યાગ – તે સામાયિક વ્રત છે.
‘‘રાગ – દ્વેષના ત્યાગથી બધા ઇષ્ટ – અનિષ્ટ પદાર્થોમાં સામ્યભાવને અંગીકાર કરીને આત્મતત્ત્વની પ્રાપ્તિનું મૂળકારણ સામાયિક છે તે વારંવાર કરવું, તેને સામાયિક શિક્ષાવ્રત કહે છે.’’
‘‘સમ્’’ એટલે એકરૂપ અને ‘અય’ એટલે આત્માના સ્વરૂપમાં ગમન – તે ‘સમય’ થયું. એવો ‘સમય’ જેનું પ્રયોજન છે તેને સામાયિક કહે છે. આ સામાયિક સમતાભાવ વિના થઈ શકે નહિ.’’૧ ૯૭
‘आसमयमुक्तिः’ અહીં જે સમય શબ્દ કહ્યો છે તેના અર્થનું વ્યાખ્યાન કરવાને કહે છે —
અન્વયાર્થઅન્વયાર્થ ::::: — [समयज्ञाः ] શાસ્ત્રના જાણકાર જ્ઞાની પુરુષ [मूर्धरुहमुष्टि- वासोबन्धं ] કેશબંધ, મુષ્ટિબંધ અને વસ્ત્રબંધના (કાળને), [पर्य्यङ्कबन्धनं ] પદ્માસનના કાળને [चापि ] વળી [स्थानम् ] ઊભા રહેવાના કાળને [वा ] અથવા [उपवेशनम् ] બેસવાના કાળને [समयं ] સમય [जानन्ति ] જાણે છે – કહે છે.
ટીકા : — ‘समयज्ञाः’ આગમના જાણનારા – જાણકાર, ‘समयं जानन्ति’ સમય કહે છે. તે શું છે? ‘मूर्धरुहमुष्टिवासोबन्धं’ बन्ध શબ્દ પ્રત્યેક સાથે સંબંધ રાખે છે. ૧. પુરુષાર્થસિદ્ધિ – ઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૪૮ ટીકા – ભાવાર્થ.