કહાનજૈનશાસ્ત્રમાળા ]
१
शीतवातदंशमशकादिबाधावर्जित इत्यर्थः इत्थंभूते एकान्ते । क्व ? वनेषु अटवीषु, वास्तुषु च गृहेषु, चैत्यालयेषु च अपिशब्दाद्गिरिगह्वरादिपरिग्रहः । केन चेतव्यं ? प्रसन्नधिया प्रसन्ना अविक्षिप्ता धीर्यस्यात्मनस्तेन अथवा प्रसन्नासौ धीश्च तया कृत्वा आत्मना परिचेतव्यमिति ।।९९।।
इत्थंभूतेषु स्थानेषु कथं तत्परिचेतव्यमित्याह —
‘निर्व्याक्षेपे’ ચિત્તની વ્યાકુળતા રહિત (પ્રદેશમાં), શીત, વાત, ડાંસ, મચ્છર આદિની બાધા (ઉપદ્રવ) રહિત (પ્રદેશમાં) – એવો અર્થ છે. આવા એકાન્તમાં. ક્યાં? ‘वनेषु’ વનમાં – જંગલમાં, ‘वास्तुषु’ (નિર્જન) ઘરોમાં, ‘चैत्यालयेषु च’ ચૈત્યાલયોમાં ‘अपि च’ અને ‘अपि’ શબ્દથી ગિરિગુફા આદિમાં સમજવું. શા વડે વધારવું જોઈએ? ‘प्रसन्नधिया’ પ્રસન્નચિત્તવાળા આત્માએ અથવા પ્રસન્નચિત્તથી આત્માએ (સામાયિક) વધારવી જોઈએ.
ભાવાર્થ : — ડાંસ – મચ્છર આદિ પરિષહના ઉપદ્રવરહિત સ્થાનમાં, સ્ત્રી – પશુ – નપુંસકાદિથી રહિત એકાન્તમાં, વનમાં, એકાન્ત ઘરમાં યા ધર્મશાળામાં, ચૈત્યાલયોમાં અને પર્વતની ગુફા આદિમાં પ્રસન્ન (એકાગ્ર) ચિત્તથી સામાયિક કરવી જોઈએ અને સદા તેની વૃદ્ધિ કરવી જોઈએ. ૯૯.
આવા પ્રકારનાં સ્થાનોમાં સામાયિકને કઈ રીતે વધારવી તે કહે છે —
અન્વયાર્થ : — [व्यापारवैमनस्यात् ] શરીરાદિની ચેષ્ટા અને મનોવ્યગ્રતાથી [विनिवृत्याम् ] નિવૃત્ત થતાં [अन्तरात्माविनिवृत्या ] માનસિક વિકલ્પોની નિવૃત્તિ કરીને [उपवासे ] ઉપવાસના દિને [च ] અને [एकभुक्ते ] એકાશનના દિને [सामयिकं ] સામાયિક [बध्नीयात् ] કરવું (વધારવું) જોઈએ. १. ‘वाय्वग्निदोषाद् वृषणौ तु यस्य नाशं गतौ वातकपाण्डुकिः सः’ इति पाण्डुकिलक्षणम् । २. चैकभक्ते वा घ ।