૨૮૪ ]
अथ सागारेणाणुव्रतादिवत् संल्लेखनाप्यनुष्ठातव्या । सा च किं स्वरूपा कदा चानुष्ठातव्येत्याह —
आर्या गणधरदेवादयः । संल्लेखनामाहुः । किं तत् ? तनुविमोचनं शरीरत्यागः । कस्मिन् सति ? उपसर्गे तिर्यङ्मनुष्यदेवाचेतनकृते । निःप्रतीकारे प्रतीकारागोचरे । एतच्च
હવે શ્રાવકોના અણુવ્રતાદિની જેમ સંલ્લેખના પણ કરવી જોઈએ. વળી તેનું શું સ્વરૂપ છે અને ક્યારે કરવી જોઈએ તે કહે છે —
અન્વયાર્થ : — [आर्याः ] ગણધરાદિક દેવ, [निःप्रतीकारे ] પ્રતિકારરહિત એવા (જેને દૂર કરવાનો કોઈ ઇલાજ ન જોવામાં આવે એવા) [उपसर्गे ] ઉપસર્ગ આવી પડતાં, [दुर्भिक्षे ] દુષ્કાળ પડતાં, [जरसि ] ઘડપણ આવતાં [च ] અને [रुजायां ] રોગ થતાં, [धर्माय ] ધર્મ માટે (ધર્મની આરાધના માટે) [तनुविमोचनम् ] શરીરનો ત્યાગ કરવો તેને [संल्लेखनाम् ] સંલ્લેખના [आहुः ] કહે છે.
ટીકા : — ‘आर्याः’ ગણધરદેવાદિ ‘संल्लेखनामाहुः’ સંલ્લેખના કહે છે. શું તે? ‘तनुविमोचनम्’ શરીરનો ત્યાગ. શું થતાં? ‘उपसर्गे’ તિર્યંચ, મનુષ્ય, દેવ અને અચેતન દ્વારા કરાયેલો ઉપસર્ગ થતાં. કેવો ઉપસર્ગ? ‘निष्प्रतीकारे’ ઉપાયરહિત (જેનો ઉપાય થઈ