૨૮૬ ]
संल्लेखनायां१ भव्यैर्नियमेन प्रयत्नः कर्तव्यः, यतः —
सकलदर्शिनः स्तुवते प्रशंसन्ति । किं तत् ? तपःफलं तपसः फलं तपःफलं सफलं तप इत्यर्थः । कथंभूतं सत् ? अन्तःक्रियाधिकरणं अन्ते क्रिया संन्यासः तस्या अधिकरणं
સંયમનું પાલન ન થઈ શકે તેવું જીર્ણ શરીર થઈ ગયું હોય, તેવું ઘડપણ આવી જાય, દ્રષ્ટિ અતિ મંદ થઈ જાય, પગે ચાલી શકાય નહિ, અસાધ્ય રોગ થઈ જાય, મરણ – કાળ અતિ નિકટ આવે – આવી દશામાં પોતાના શરીરને પાકાં પાન સમાન અથવા તેલરહિત દીપક સમાન સ્વયં વિનાશ સન્મુખ જાણી કાય – કષાયની કૃષતા માટે અંતમાં ચાર પ્રકારના આહારનો ત્યાગ કરી ધર્મધ્યાન સહિત મરણ કરવું, તે સવિચાર સમાધિમરણ છે.
જો મરણમાં કોઈ સંદેહ હોય તો મર્યાદાપૂર્વક એવી પ્રતિજ્ઞા કરવામાં આવે કે ‘‘જો આ ઉપસર્ગમાં મારું મરણ થઈ જશે તો મારે આહારાદિકનો સર્વથા ત્યાગ છે અને કદાચિત્ જીવન બાકી રહેશે તો આહારાદિકને ગ્રહણ કરીશ.’’ ૧૨૨.
સંલ્લેખના વિષયમાં ભવ્યોએ નિયમથી પ્રયત્ન કરવો જોઈએ, તેથી કહે છે —
અન્વયાર્થ : — [सकलदर्शिनः ] સર્વજ્ઞદેવ [अन्तक्रियाधिकरणम् ] અંત સમયે જે સંન્યાસનું ધારણ કરવું તેને [तपःफलम् ] તપનું ફળ [स्तुवते ] કહે છે. [तस्मात् ] તેથી [यावद्विभवम् ] યથાશક્તિ [समाधिमरणे ] સંન્યાસનો (સમાધિમરણનો) [प्रयतितव्यम् ] પ્રયત્ન કરવો જોઈએ.
ટીકા : — ‘सकलदर्शिनः स्तुवते’ સર્વજ્ઞદેવ કહે છે. શું કહે છે? ‘अन्तक्रियाधिकरणम्’ અન્તક્રિયાનો અર્થાત્ મરણ સમયે સંન્યાસનો (સમાધિમરણનો) આશ્રય १. संल्लेखनायां च भव्यः घ० । २. अन्तक्रियाधिकरणम्, इति पाठान्तरम् ।