કહાનજૈનશાસ્ત્રમાળા ]
समाश्रयो यत्तपस्तत्फलं । यत एवं, तस्माद्यावद्विभवं यथाशक्ति । समाधिमरणे प्रयतितव्यं प्रकृष्टो यत्नः कर्तव्यः ।।१२३।।
तत्र यत्नं कुर्वाण एवं कृत्वेदं कुर्यादित्याह —
કરવો તે ‘तपःफलम्’ તપનું ફળ અર્થાત્ સફળ તપ છે, ‘तस्मात्’ તેથી ‘यावद्विभवम्’ યથાશક્તિ ‘समाधिमरणे’ સમાધિમરણનો ‘प्रयतितव्यम्’ પ્રયત્ન કરવો જોઈએ.
ભાવાર્થ : — તપશ્ચરણ કરવાનું ફળ અન્તિમ ક્રિયા ઉપર આધાર રાખે છે, અર્થાત્ મૃત્યુ સમયે સમાધિમરણ કરવાથી જ તપશ્ચરણ ફળીભૂત થાય છે, જો સમાધિમરણ ન થયું તો જીવનભર જે જપ – તપ કર્યું તે બધું વૃથા છે, માટે સમાધિમરણ (સંલ્લેખના)ના વિષયમાં પોતાની પૂર્ણ શક્તિથી પ્રયત્ન કરવો જોઈએ.
‘‘મેં જે જીવનપર્યંત પુણ્યરૂપ કાર્ય કર્યું છે તેમાં ધર્મનું પાલન કર્યું છે, તે ધર્મને મારી સાથે લઈ જવા માટે આ એક સંલ્લેખના જ સમર્થ છે – એવો વિચાર કરી શ્રાવકે અવશ્ય સમાધિમરણ કરવું જોઈએ.’’
‘‘હું મરણના સમયે અવશ્ય શાસ્ત્રોક્ત વિધિથી સમાધિમરણ કરીશ – એ રીતે ભાવનારૂપ પરિણતિ કરીને મરણકાળ આવે તે પહેલાં જ આ સંલ્લેખનાવ્રત પાળવું જોઈએ અર્થાત્ અંગીકાર કરવું જોઈએ.’’૧ ૧૨૩.
સમાધિમરણના વિષયમાં યત્ન કરનારે આવું કરીને આ કરવું જોઈએ — એમ કહે છે –
અન્વયાર્થ : — સંલ્લેખનાધારી [स्नेहं ] રાગ, [वैरम् ] દ્વેષ, [सङ्ग ] મોહ [च ] ૧. જુઓ, પુરુષાર્થસિદ્ધિ – ઉપાય ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૭૫ – ૧૭૬.