Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 278 of 315
PDF/HTML Page 302 of 339

 

૨૮૮ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

स्वयं क्षान्त्वा प्रियैर्वचनैः स्वजनं परिजनमपि क्षमयेत् किं कृत्वा ? अपहाय त्यक्त्वा कं ? स्नेहमुपकारके वस्तुनि प्रीत्यनुबन्धं वैरमनुपकारकं द्वैषानुबन्धं संगं पुत्रस्त्र्यादिकं ममेदमहमस्येत्यादिसम्बंधं परिग्रहं बाह्याभ्यन्तरं एतत्सर्वमपहाय शुद्धमना निर्मलचित्तः सन् क्षमयेत् तथा आरोपयेत् स्थापयेदात्मनि किं तत् ? महाव्रतम् कथंभूतं ? आमरणस्थायि मरणपर्यन्तं निःशेषं च पंचप्रकारमपि किं कृत्वा ? आलोच्य किं तत् ? एनो दोषं किं तत् ? सर्वं कृतकारितमनुमतं च स्वयं हि कृतं हिंसादिदोषं, कारितं हेतुभावेन, अनुमतमन्येन क्रियमाणं मनसा श्लाघितं एतत्सर्वमेनो निर्व्याजं दशालोचनादोषवर्जितं यथा भवत्येवमालोचयेत् दश हि आलोचनादोषा भवन्ति અને [परिग्रहम् ] પરિગ્રહને [अपहाय ] છોડીને [शुद्धमनाः ] શુદ્ધ મનવાળો થઈને [प्रियैः वचनैः ] પ્રિય વચનોથી [स्वजनम् ] પોતાનાં કુટુંબીજનોની [च ] અને [परिजनमपि ] નોકરચાકરોની પણ [क्षान्त्वा ] ક્ષમા માગી [क्षमयेत् ] સ્વયં ક્ષમા કરે.

સંલ્લેખનાધારી [कृतकारितम ] કૃત, કારિત [च ] અને [अनुमतम् ] અનુમોદિત [सर्वम् ] સમસ્ત [एनः ] પાપોની [निर्व्याजम् ] છલકપટ રહિત નિશ્ચલભાવથી [आलोच्य ] આલોચના કરીને [आमरणस्थायि ] જીવનપર્યંત ટકી રહે એવા [निःशेषम् ] સમસ્ત [महाव्रतं ] મહાવ્રતોને [आरोपयेत् ] ધારણ કરે.

ટીકા :प्रियैः वचनैः क्षान्त्वा’ પ્રિય વચનોથી સ્વયં ક્ષમા યાચીને स्वजनं परिजनमपि क्षमयेत्’ પોતાના કુટુંબીજનો અને નોકરચાકરોને પણ ક્ષમા કરે. શું કરીને? अपहाय’ છોડીને. શું (છોડીને)? स्नेहं’ રાગને અર્થાત્ ઉપકારક વસ્તુ પ્રત્યેના અનુરાગ સંબંધને, वैरं’ અનુપકારક (વસ્તુ) પ્રત્યેના દ્વેષરૂપ સંબંધને, सङ्कं’ મોહને અર્થાત્ આ પુત્ર, સ્ત્રી, આદિક મારાં અને હું તેમનોઇત્યાદિ સંબંધને અને परिग्रहं’ બાહ્ય તથા અભ્યંતર પરિગ્રહનેએ બધાંને છોડીને शुद्धमनाः’ નિર્મળ ચિત્તવાળા થઈને ક્ષમા કરે.

તથા आरोपयेत्’ આત્મામાં સ્થાપેધારણ કરે. શું તે? महाव्रतम्’ મહાવ્રતોને કેવાં (મહાવ્રતોને)? आमरणस्थायि’ મરણપર્યંત ટકી રહે તેવાં निःशेषम्’ પાંચે પ્રકારનાં (મહાવ્રતોને). શું કરીને? आलोच्य’ આલોચના કરીને. કોની? एनः’ દોષોની. કયા તે (દોષો)? सर्वं कृतकारितानुमतं’ સર્વ કૃત, કારિત અને અનુમોદિત (દોષોની)સ્વયં કરેલા હિંસાદિક દોષોની, હેતુભાવથી કરાયેલા દોષોની અને મનથી અનુમોદિત અન્યથી કરેલા દોષોનીએ બધા દોષોની निर्व्याजम्’ છલકપટરહિતનિશ્ચલભાવથી આલોચનાના દશ દોષો રહિત આલોચના કરે.