કહાનજૈનશાસ્ત્રમાળા ]
तदुक्तं —
एवंविधामालोचनां कृत्वा महाव्रतमारोप्यैतत् कुर्यादित्याह —
આલોચનાના દશ દોષો છે. તે આ પ્રમાણે કહ્યા છે —
૧. આકંપિત, ૨. અનુયાચિત, ૩. યદ્દ્રષ્ટ, ૪. બાદર, ૫. સૂક્ષ્મ, ૬. છન્ન, ૭. શબ્દાકુલિત, ૮. બહુજન, ૯. અવ્યક્ત અને ૧૦. તત્સેવી — એ દશ આલોચનાના દોષ છે.
ભાવાર્થ : — (શ્લોક ૧૨૪) સમાધિમરણ કરનાર વ્યક્તિ ઉપકારક વસ્તુથી રાગ, અનુપકારક વસ્તુથી દ્વેષ, સ્ત્રી – પુત્રાદિથી મમતાનો સંબંધ અને બાહ્ય – અભ્યંતર પરિગ્રહ — એ બધાંને છોડીને શુદ્ધ મનવાળો થઈને પ્રિયવચનોથી પોતાના કુટુંબીજનોની તથા નોકર – ચાકરોની પણ ક્ષમા માગી, સ્વયં તેમને ક્ષમા કરે.
(શ્લોક ૧૨૫) — તથા મન, વચન, કાય દ્વારા કૃત, કારિત અને અનુમોદિત સમસ્ત પાપોની નિર્દોષ આલોચના કરીને જીવનપર્યન્ત પાંચ મહાવ્રતોને ધારણ કરે.
(અહીં મહાવ્રતો ઉપચારથી કહ્યા છે, નહિ કે મુનિદશાના મહાવ્રત). ૧૨૪ – ૧૨૫.
આ પ્રકારની આલોચના કરીને અને મહાવ્રત ધારણ કરીને, આ કરવું જોઈએ તે કહે છે —
અન્વયાર્થ : — [शोकम् ] શોક, [भयम् ] ભય, [अवसादम् ] વિષાદ – ખેદ, [वलेदम् ] સ્નેહ, [कालुप्यं ] રાગ – દ્વેષ અને [अरतिम् अपि ] અપ્રેમને પણ [हित्वा ]