Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 280 of 315
PDF/HTML Page 304 of 339

 

૨૯૦ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

प्रसाद्यं प्रसन्नं कार्यं किं तत् ? मनः कैः ? श्रुतैरागमवाक्यैः कथंभूतैः ? अमृतैः अमृतोपमैः संसारदुःखसन्तापापनोदकैरित्यर्थः किं कृत्वा ? हित्वा किं तदित्याहशोकमित्यादि शोकंइष्टवियोगे तद्गुणशोचनं, भयंक्षुत्पिपासादिपीडा- निमित्तमिहलोकादिभयं वा, अवसादं विषादं खेदं वा, क्लेदं स्नेहं, कालुष्यं क्वचि- द्विषये रागद्वेषपरिणतिं न केवलं प्रागुक्तमेव अपि तु अरतिमपि अप्रसत्तिमपि केवलमेतदेव कृत्वा किन्तु उदीर्य च प्रकाश्य च कं ? सत्त्वोत्साहं संल्लेखना- करणेऽकातरत्वं ।।१२६।।

इदानीं संल्लेखनां कुर्वाणस्याहारत्यागे क्रमं दर्शयन्नाह છોડીને [च ] અને [सत्त्वोत्साहम् ] બળ (ધૈર્ય) તથા ઉત્સાહને [उदीर्य ] પ્રગટ કરીને [अमृतैः ] અમૃત સમાન [श्रुतैः ] શાસ્ત્રોથી [मनः ] મન [प्रसाद्यम् ] પ્રસન્ન કરવું જોઈએ.

ટીકા :प्रसाद्यम्’ પ્રસન્ન કરવું જોઈએ. શું તે? मनः’ મન. શા વડે? श्रुतैः’ શાસ્ત્રવચનો વડે. કેવાં (વચનો)? अमृतैः’ અમૃત સમાન અર્થાત્ સંસારનાં દુઃખસંતાપને દૂર કરનાર (વચનો વડે). શું કરીને? हित्वा’ છોડીને. શું (છોડીને)? તે કહે છે शोकमित्यादि’ शोकं ઇષ્ટના (પ્રિયવસ્તુના) વિયોગમાં તેના ગુણ સંબંધી વારંવાર ચિન્તવન કરવું, भयंક્ષુધાતૃષાદિની પીડા નિમિત્તે આ લોકાદિમાં ભય, अवसादं’ વિષાદ અથવા ખેદ, क्लेदं સ્નેહ, कालुष्यं કોઈ વખતે વિષયમાં રાગદ્વેષરૂપ પરિણતિ, કેવળ પૂર્વે કહ્યાં એટલાં જ નહિ, પરંતુ अरतिमपि અરતિઅપ્રસક્તિ (અપ્રેમ) પણએ બધાંને છોડીને. કેવળ એટલું જ કરીને નહિ, પરંતુ उदीर्य પ્રગટ કરીને. શું? सत्त्वोत्साहम्’ સંલ્લેખના કરવામાં અકાયરતા (નિર્ભયતા).

ભાવાર્થ :શોક, ભય, વિષાદ, સ્નેહ, રાગદ્વેષ અને અપ્રેમને છોડીને તથા બળ અને ઉત્સાહ વધારીને અમૃત સમાન સુખકારક તથા સંસારનાં દુઃખ અને સંતાપને દૂર કરનાર શાસ્ત્રવચનો દ્વારા મનને પ્રસન્ન કરવું જોઈએ. તથા સંલ્લેખના કરવામાં કાયરતા લાવવી જોઈએ નહિ. ૧૨૬.

હવે સંલ્લેખના કરનારને આહાર ત્યાગનો ક્રમ દર્શાવીને કહે છે १. तद्गुणानुशोचनं घ