કહાનજૈનશાસ્ત્રમાળા ]
स्निग्धं दुग्धादिरूपं पानं । विवर्धयेत् परिपूर्णं दापयेत् । किं कृत्वा ? परिहाप्य परित्याज्य । कं ? आहारं कवलाहाररूपं । कथं ? क्रमशः १प्रागशनादिक्रमेण पश्चात् खरपानं कंजिकादि, शुद्धपानीयरूपं वा । किं कृत्वा ? हापयित्वा । किं ? स्निग्धं च स्निग्धमपि पानकं । कथं ? क्रमशः । स्निग्धं हि परिहाप्य कंजिकादिरूपं खरपानं पूरयेत् विवर्धयेत् । पश्चात्तदपि परिहाप्य शुद्धपानीयरूपं खरपानं पूरयेदिति ।।१२७।।
અન્વયાર્થ : — [क्रमशः ] ક્રમે – ક્રમે (સંલ્લેખનાધારીને) [आहारम् ] કવલાહાર [परिहार्य ] છોડાવીને [स्निग्धम् पानम् ] દૂધ આદિ સ્નિગ્ધપાન [विवर्द्धयेत् ] વધારે, [च ] પછી [क्रमशः ] ક્રમે – ક્રમે [स्निग्धम् ] દૂધ આદિ સ્નિગ્ધપાન [हापयित्वा ] છોડાવીને [खरपानं ] ખરપાન (કાંજી અને ગરમ જળ) [पूरयेत् ] વધારે.
પછી [खरपानहापनाम् ] ખરપાનનો પણ ત્યાગ [कृत्वा ] કરીને [शक्त्या ] શક્તિ અનુસાર [उपवासम् ] ઉપવાસ [कृत्वा ] કરીને [पञ्चनमस्कारमनाः ] પંચ નમસ્કાર મંત્રમાં ચિત્ત લગાવતા થકા [सर्वयत्नेन ] વ્રત આદિ સર્વ કાર્યોમાં તત્પર રહીને [तनुम् अपि ] શરીર પણ [त्यजेत् ] છોડે.
ટીકા : — (શ્લોક ૧૨૭) ‘स्निग्धं’ દૂધ આદિ સ્નિગ્ધ પાન ‘विवर्धयेत्’ પૂરતા પ્રમાણમાં ગ્રહણ કરે. શું કરીને? ‘परिहाप्य’ છોડાવીને. શું? ‘आहारम्’ કવલાહાર. કઈ રીતે? ‘क्रमशः’ ક્રમે – ક્રમે અર્થાત્ પહેલાં ભોજનાદિના ક્રમથી પછી કાંજી આદિ કે શુદ્ધ જળપાનના ક્રમથી. શું કરીને? ‘हापयित्वा’ છોડાવીને. શું? ‘स्निग्धं’ સ્નિગ્ધ પાન. કેવી રીતે? ‘क्रमशः’ ક્રમશઃ સ્નિગ્ધ પેયને છોડાવીને ‘खरपानं पूरयेत् क्रमशः’ કાંજી આદિ ખરપાનને વધારે, પછી તેને છોડાવીને શુદ્ધ જળરૂપ ખરપાનને વધારે. १. प्रकाशनादिक्रमेण घ ।