૨૯૨ ]
खरपानहापनामपि कृत्वा । कथं ? शक्त्या स्वशक्तिमनतिक्रमेण१ स्तोकस्तोकतरादिरूपं । पश्चादुपवासं कृत्वा तनुमपि त्यजेत् । कथं ? सर्वयत्नेन सर्वस्मिन् व्रतसंयमचारित्रध्यानधारणादौ यत्नस्तात्पर्यं तेन । किंविशिष्टः सन् ? पंचनमस्कारमनाः पंचनमस्काराहितचित्तः ।।१२८।।
‘खरपानहापनामपि कृत्वा’ કાંજી અને ગરમજળનો પણ ત્યાગ કર્યા પછી. કેવી રીતે? ‘शक्त्या’ પોતાની શક્તિ અનુસાર અર્થાત્ થોડો – થોડો વધુ ત્યાગ કરીને; પછી ‘उपवासं कृत्वा’ ઉપવાસ કરીને ‘तनुमपि त्यजेत्’ શરીરનો પણ ત્યાગ કરે. કેવી રીતે? ‘सर्वयत्नेन’ વ્રત, સંયમ, ચારિત્ર, ધ્યાન, ધારણાદિ સર્વ કાર્યોમાં યત્ન કરીને – તત્પર રહીને. કેવા થઈને? ‘पंचनमस्कारमनाः’ પંચ નમસ્કાર મંત્રની આરાધનામાં ચિત્ત લગાવીને.
ભાવાર્થ : — (શ્લોક ૧૨૭) સંલ્લેખના કરતી વખતે અન્નાહારનો ત્યાગ કરીને ક્રમે – ક્રમે દૂધ આદિ સ્નિગ્ધપાન લે અને પછી દૂધ આદિ સ્નિગ્ધપાનનો પણ ત્યાગ કરીને કાંજી અને ગરમ જળ લે.
(શ્લોક ૧૨૮) કાંજી અને ગરમ જળનો પણ ત્યાગ કરીને શક્તિ અનુસાર ઉપવાસ કરીને પાંચ નમસ્કાર મંત્રના સ્વરૂપમાં મન લગાવી, શરીરનો પણ ત્યાગ કરે.
સમાધિપૂર્વક દેહનો ત્યાગ થવો તેમાં આત્મઘાતનો દોષ નથી. ‘‘નિશ્ચયથી ક્રોધાદિ કષાયોથી ઘેરાયેલો જે પુરુષ શ્વાસનિરોધ, જળ, અગ્નિ, વિષ, શસ્ત્રાદિથી પોતાના પ્રાણનો ઘાત કરે તે ખરેખર આત્મઘાત છે. પરંતુ અવશ્ય થવાવાળું મરણ થતાં, કષાય – સંલ્લેખનાના કૃશ કરવા માત્રના વ્યાપારમાં પ્રવર્તમાન પુરુષને રાગાદિભાવોના અભાવમાં આત્મઘાત નથી.’’૨
તેના મરણમાં જો રાગ – દ્વેષ થાય તો જ આત્મઘાત થાય, પણ જે સંલ્લેખના વખતે વિશેષ સ્વસન્મુખ થઈ રાગ – દ્વેષનો ત્યાગ કરી રહ્યો છે તેને આત્મઘાતનો દોષ લાગી શકે નહિ, કારણ કે પ્રમત્તયોગરહિત અને આત્મજ્ઞાનસહિત જે અવશ્ય નાશવંત શરીર સાથે રાગ ઓછો કરે છે, તેને હિંસાદિનો દોષ લાગતો નથી. १. स्वशक्त्यनतिक्रमेण घ । ૨. પુરુષાર્થસિદ્ધિ – ઉપાય, શ્લોક ૧૭૭ – ૧૭૮.