કહાનજૈનશાસ્ત્રમાળા ]
સંલ્લેખના પણ અહિંસા છે, કારણ કે —
‘‘આ સંન્યાસ – મરણમાં હિંસાના હેતુભૂત કષાય ક્ષીણતાને પામે છે, તેથી સંન્યાસને (સંલ્લેખનાને) પણ (આચાર્યોએ) અહિંસાની પ્રસિદ્ધિ માટે કહેલ છે૧.’’
‘‘રોગાદિક થતાં યથાશક્તિ ઔષધ કરે, પણ જ્યારે અસાધ્ય રોગ થઈ જાય, કોઈ રીતે ઉપચારથી લાભ ન થાય ત્યારે આ શરીર દુષ્ટ સમાન સર્વથા ત્યાગ કરવા યોગ્ય કહ્યું છે અને ઇચ્છિત ફળદાતા ધર્મ વિશેષતાથી પાલન કરવા યોગ્ય કહ્યું છે. મરણ બાદ બીજું શરીર પણ મળે છે, પરંતુ ધર્મપાલન કરવાની યોગ્યતા મળવી અતિશય દુર્લભ છે. આથી વિધિપૂર્વક દેહના ત્યાગમાં દુઃખી ન થતાં સંયમપૂર્વક મન – વચન – કાયનો ઉપયોગ આત્મામાં એકત્રિત કરવો જોઈએ અને ‘‘જન્મ, જરા અને મૃત્યુ શરીર સંબંધી છે, મને નથી’’ — એવું ચિન્તવન કરી, નિર્મમત્વી થઈ વિધિપૂર્વક આહાર ઘટાડી, પોતાના ત્રિકાળી અકષાય જ્ઞાતામાત્ર સ્વરૂપના લક્ષે કાયા કૃષ કરવી જોઈએ અને શાસ્ત્રામૃતના પાનથી કષાયો પાતળા પાડવા જોઈએ. પછી ચાર પ્રકારના સંઘની (મુનિ, આર્જિકા, શ્રાવક, શ્રાવિકાની) સાક્ષી વડે સમાધિમરણમાં સાવધાન – ઉદ્યમવંત થવું.’’
‘‘........જે જીવ પોતાની પૂર્વાવસ્થામાં ધર્મથી વિમુખ રહે છે અર્થાત્ જેણે તત્ત્વજ્ઞાનપૂર્વક વ્રત – નિયમાદિ ધર્મારાધના નથી કરી. તે જીવ અંતકાળમાં ધર્મસન્મુખ અર્થાત્ સંન્યાસયુક્ત કદી થઈ શકતો નથી; કેમ કે ચંદ્રપ્રભચરિત્ર પ્રથમ સર્ગમાં કહ્યું છે કે —
‘‘चिरन्तनाभ्यासनिबन्धनेरिता गुणेषु दोषेषु च जायते मतिः। ’’ અર્થાત્ ચિરકાળના અભ્યાસથી પ્રેરિત બુદ્ધિ ગુણોમાં યા દોષોમાં ઉત્પન્ન થાય છે.....માટે સમાધિમરણ તે જ ધારણ કરી શકે છે કે જે પ્રથમ અવસ્થાથી જ ધર્મની આરાધનામાં બરાબર સાવધાન રહેલો હોય.......
સમાધિમરણ વખતે આરાધકને નીચે પ્રમાણે ઉપદેશ આપી તેને આત્મસન્મુખ કરી સ્વરૂપમાં સ્થિર કરવા પ્રયત્ન કરવો —
‘‘હે જિતેન્દ્રિય! તું ભોજન – શયનાદિરૂપ કલ્પિત પુદ્ગલોને હજી પણ ઉપકારી ૧. પુરુષાર્થસિદ્ધિ – ઉપાય, શ્લોક ૧૭૯.