૨૯૪ ]
સમજે છે? અને એમ માને છે કે, આમાંથી કોઈ પુદ્ગલ એવાં પણ છે કે મેં ભોગવ્યાં નથી.’’ એ તો મહાન આશ્ચર્યની વાત છે! ભલા, વિચાર તો કર કે આ મૂર્તિક પુદ્ગલ તારા અરૂપીમાં કોઈ પ્રકારે મળી શકે તેમ છે? માત્ર ઇન્દ્રિયોના ગ્રહણપૂર્વક તેને અનુભવીને તેં એમ માની લીધું છે કે, ‘હું જ તેનો ભોગ કરું છું.’ તો હે દૂરદર્શી! હવે ભ્રાન્તબુદ્ધિને સર્વથા છોડી દે અને નિર્મળ જ્ઞાનાનંદમય આત્મતત્ત્વમાં લવલીન થા. આ તે જ સમય છે કે જેમાં જ્ઞાની જીવ શુદ્ધતામાં સાવધાન રહે છે અને ભેદજ્ઞાનના બળથી ચિન્તવન કરે છે કે, ‘‘હું અન્ય છું અને એ પુદ્ગલ દેહાદિ મારાથી સર્વથા ભિન્ન – જુદા જ પદાર્થ છે. માટે હે મહાશય! પરદ્રવ્યોથી મોહ તુરત જ છોડ અને પોતાના આત્મામાં નિશ્ચલ – સ્થિર રહેવાનો પ્રયત્ન કર. જો કોઈ પુદ્ગલમાં આસક્ત રહીને મરણ પામીશ તો યાદ રાખજે, કે હલકા – તુચ્છ જંતુ થઈ તારે આ પુદ્ગલોનું ભક્ષણ વારંવાર કરવું પડશે. આ ભોજનથી તું શરીરનો ઉપકાર કરવા ચાહે છે તે કોઈ રીતે પણ યોગ્ય નથી, કેમ કે શરીર એવું કૃતઘ્ની છે કે તે કોઈના કરેલા ઉપકારને માને નહિ, માટે ભોજનની ઇચ્છા છોડી કેવળ આત્મહિતમાં ચિત્ત જોડવું તે જ બુદ્ધિમત્તા છે.’’
‘‘હે આરાધક! શ્રુતસ્કંધનું ‘एगो मे सासदो आदा’ ઇત્યાદિ વાક્ય ‘णमो अरिहंताणं’ ઇત્યાદિ પદ અને ‘अर्हं’ ઇત્યાદિ અક્ષર – એમાંથી જે તને રુચિકર લાગે તેનો આશ્રય કરીને તારા ચિત્તને તન્મય કર. હે આર્ય! ‘હું એક શાશ્વત આત્મા છું’ એ શ્રુતજ્ઞાનથી પોતાના આત્માનો નિશ્ચય કર. સમસ્ત ચિંતાઓથી પૃથક્ થઈને પ્રાણવિસર્જન કર અને જો તારું મન ક્ષુધા – પરિષહથી અથવા કોઈ ઉપસર્ગથી વિક્ષિપ્ત (વ્યગ્ર) થઈ ગયું હોય તો નરકાદિ વેદનાઓનું સ્મરણ કરીને જ્ઞાનામૃતરૂપ સરોવરમાં પ્રવેશ કર, કેમ કે અજ્ઞાની જીવ શરીરમાં આત્મબુદ્ધિ અર્થાત્ ‘હું દુઃખી છું, હું સુખી છું’ – એવા સંકલ્પ કરીને દુઃખી થયા કરે છે, પરંતુ ભેદજ્ઞાની જીવ આત્મા અને દેહને ભિન્ન – ભિન્ન માનીને દેહને કારણે સુખી – દુઃખી થતો નથી, પણ વિચારે છે કે ‘મને મરણ જ નથી તો પછી ભય કોનો? મને રોગ નથી પછી વેદના કેવી? હું બાળક, તરુણ વા વૃદ્ધ નથી તો પછી મનોવેદના કેવી?’ હે મહાભાગ્ય! આ જરાક જેટલા શારીરિક દુઃખથી કાયર થઈને પ્રતિજ્ઞાથી જરાપણ ચ્યુત ન થઈશ.......શું તું ધીરવીર પાંડવોનું ચરિત્ર ભૂલી ગયો છે? જેમને લોઢાનાં ઘરેણાં અગ્નિથી તપાવીને શત્રુઓએ પહેરાવ્યાં હતાં તોપણ તેઓ તપસ્યાથી કિંચિત્ પણ ચ્યુત ન થતાં આત્મધ્યાનથી મોક્ષ પામ્યા. સુકોમળ કુમારનું શરીર શિયાળે ત્રણ દિવસ સુધી ભક્ષ કર્યા છતાં કિંચિત્ પણ તેઓ માર્ગચ્યુત ન થયા. તેનું તને શું