કહાનજૈનશાસ્ત્રમાળા ]
अधुना संल्लेखनाया अतिचारानाह —
जीवितं च मरणं च तयोराशंसे आकांक्षे । भयमिहपरलोकभयं । इहलोकभयं हि क्षुत्पिपासापीडादिविषयं परलोकभयं — एवंविधदुर्धरानुष्ठानाद्विशिष्टं फलं परलोके भविष्यति न वेति । मित्रस्मृतिः बाल्याद्यवस्थायां सहक्रीडितमित्रानुस्मरणं । निदानं भाविभोगाद्याकांक्षणं । एतानि पंचनामानि येषां ते तन्नामानः संल्लेखनायाः पंचातिचाराः । जिनेन्द्रैस्तीर्थकरैः । समादिष्टा आगमे प्रतिपादिताः ।।१२९।। સ્મરણ નથી? તેમનું અનુકરણ કરી જીવન – ધન આદિમાં નિર્વાંછક થઈ અંતર – બાહ્ય પરિષહના ત્યાગપૂર્વક સામ્યભાવથી નિરુપાધિમાં સ્થિર થઈ આનંદામૃતનું પાન કર......વગેરે......’’૨ ૧૨૭ – ૧૨૮.
હવે સંલ્લેખનાના અતિચારો કહે છે —
અન્વયાર્થ : — [जीवितमरणाशंसे ] જીવવાની તથા મરણની આકાંક્ષા કરવી, [भयमित्रस्मृतिनिदाननामानः ] ભય કરવો, મિત્રોને યાદ કરવા અને આગામી ભવમાં ભોગોની ઇચ્છા કરવી — એ [पञ्च ] પાંચ [संल्लेखनातिचाराः ] સંલ્લેખનાના અતિચારો છે — એમ [जिनेन्द्रैः ] જિનેન્દ્ર ભગવાન દ્વારા [समादिष्टाः ] કહેવામાં આવ્યું છે.
ટીકા : — ‘जीवितमरणाशंसे’ જીવન અને મરણની આકાંક્ષા, ‘भयमित्रस्मृतिः’ भयं – આ લોક તથા પરલોકનો ભય, ક્ષુધા – તૃષાની પીડાદિ સંબંધી આ લોકનો ભય, અને આવા દુર્ધર અનુષ્ઠાનથી (તપશ્ચરણથી) પરલોકમાં વિશિષ્ટ ફળ મળશે કે નહિ – તે પરલોકનો ભય, ‘मित्रस्मृतिः’ બાલ્યાદિ અવસ્થામાં જે મિત્રો સાથે ક્રીડા કરી હતી તેનું સ્મરણ, ‘निदानं’ ભાવિ ભોગો આદિની આકાંક્ષા – તે નામના સંલ્લેખનાના પાંચ અતિચારો છે – એમ ‘जिनेन्द्रैः समादिष्टाः’ તીર્થંકરોએ કહ્યું છે — આગમમાં પ્રતિપાદન કર્યું છે. १. मरणशंसाभयमित्रस्मृति घ । ૨. જુઓ, પુરુષાર્થસિદ્ધિ – ઉપાય, ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૭૮નો વિશેષ.