૨૯૬ ]
एवंविधैरतिचारै रहितां संल्लेखनां अनुतिष्ठन् कीदृशं फलं प्राप्नोत्याह —
निष्पिबति आस्वादयति अनुभवति वा कश्चित् संल्लेखनानुष्ठाता । किं तत् ?
ભાવાર્થ : — સંલ્લેખનાના પાંચ અતિચારો૧ —
૧. જીવિતાશંસા — સંલ્લેખના ધારણ કરીને જીવવાની ઇચ્છા કરવી.
૨. મરણશંસા — રોગાદિના ઉપદ્રવોથી ગભરાઈ જઈ મરણની ઇચ્છા કરવી.
૩. ભય૨ — આ લોક અને પરલોકનો ભય.
૪. મિત્રસ્મૃતિ — (મિત્રાનુરાગ) – મિત્ર આદિની પ્રીતિનું સ્મરણ કરવું.
૫. નિદાન — આગામી ભવમાં સાંસારિક વિષય – ભોગોની ઇચ્છા કરવી. ૧૨૯.
આવા પ્રકારના અતિચારો રહિત સંલ્લેખના કરનારને કેવું ફળ પ્રાપ્ત થાય છે, તે કહે છે —
અન્વયાર્થ : — [पीतधर्माः ] ધર્મરૂપી અમૃતનું પાન કરનાર સંલ્લેખનાધારી જીવો [सर्वैः दुःखैः अनालीढः ] સર્વ દુઃખોથી અણસ્પર્શાયેલા રહેતા થકા (સર્વ દુઃખોથી રહિત થતા થકા) [दुस्तरम् ] દુસ્તર (ઘણા કાળે સમાપ્ત થવાવાળા) [अभ्युदयम् ] અભ્યુદયને (સ્વર્ગના અહમિન્દ્રાદિના સુખની પરંપરાને) અને [निस्तीरम् ] અંતરહિત [सुखाम्बुनिधिम् ] સુખના સાગરસ્વરૂપ [निःश्रेयसम् ] મોક્ષને [निःपिबति ] આસ્વાદે છે – અનુભવે છે.
ટીકા : — ‘निष्पिबति’ આસ્વાદે છે – અનુભવે છે. કોણ? કોઈ સંલ્લેખના ધારણ १. जीवीतमरणाशंसामित्रानुरागसुखानुबन्धनिदानानि ।। [તત્ત્વાર્થસૂત્ર-અધ્યાય ૭/૩૭] ૨. આ ‘ભય’ અતિચારને બદલે ‘તત્ત્વાર્થસૂત્ર’ તથા ‘પુરુષાર્થસિદ્ધિ – ઉપાય’માં