૩૧૨ ]
साम्प्रतमब्रह्मविरतत्वगुणं श्रावकस्य दर्शयन्नाह —
अनङ्गात् कामाद्यो विरमति व्यावर्तते स ब्रह्मचारी । किं कुर्वन् ? पश्यन् । किं तत् ? अङ्गं शरीरं । कथंभूतमित्याह — मलेत्यादि मलं शुक्रशोणितं बीजं कारणं यस्य । मलयोनिं मलस्य मलिनतायाः अपवित्रत्वस्य योनिः कारणं । गलन्मलं गलन् स्रवन् मलो १
बीभत्सभावोत्पादकं ।।१४३।। રાત્રિભોજનત્યાગ પ્રતિમાધારી છે.
કેટલાક આચાર્યો આ છઠ્ઠી પ્રતિમાધારીને દિવા – મૈથુનત્યાગી પણ કહે છે. તેને દિવસે મૈથુનનો (સ્ત્રી – સંભોગનો) ત્યાગ હોય છે. ૧૪૨.
હવે શ્રાવકના અબ્રહ્મવિરતિ ગુણને દર્શાવીને કહે છે —
અન્વયાર્થ : — [यः ] જે [अङ्गं ] શરીરને [मलबीजं ] રજોવીર્યરૂપ મળથી ઉત્પન્ન [मलयोनिं ] મલિનતાના કારણરૂપ [गलन्मलं ] મળમૂત્રાદિ વહેવડાવનારું, [पूतिगन्धि ] દુર્ગન્ધવાળું અને [बीभत्सम् ] ગ્લાનિયુક્ત [पश्यन् ] જોઈને [अनङ्गात् ] કામથી (કામસેવનથી) [विरमति ] વિરમે છે, [सः ] તે [ब्रह्मचारी ] બ્રહ્મચારી અર્થાત્ બ્રહ્મચર્ય પ્રતિમાધારી છે.
ટીકા : — ‘अनङ्गात्’ કામથી (કામસેવનથી) ‘यः विरमति’ જે વિરક્ત થાય છે (વ્યાવર્ત થાય છે – પાછો ફરે છે). ‘सः ब्रह्मचारी’ તે બ્રહ્મચારી છે. શું કરીને? ‘पश्यन्’ જોઈને – દેખીને. કોને (દેખીને)? ‘अङ्गम्’ શરીરને. કેવા (શરીરને)? તે કહે છે — ‘मलेत्यादि’ मलबीजं વીર્ય અને લોહી (રજોવીર્યરૂપ મળ) જેની ઉત્પત્તિનું બીજ (કારણ) છે, ‘मलयोनिं’ જે મલિનતા – અપવિત્રતાનું કારણ છે, ‘गलन्मलं’ મળમૂત્ર સ્વેદાદિરૂપ મળ જેમાંથી ઝરે છે – ગળે છે, ‘पूतिगन्धि’ જે દુર્ગંધયુક્ત છે અને ‘बीभत्सं’ સર્વ અવયવોમાં १. प्रस्वेदादि घ० ।