કહાનજૈનશાસ્ત્રમાળા ]
इदानीमारम्भविनिवृत्तिगुणं श्रावकस्य प्रतिपादयन्नाह —
यो व्युपारमति विशेषेण उपरतः व्यापारेभ्य आसमन्तात् जायते असावारम्भविनिवृत्तो દેખનારને જે બીભત્સભાવ (ગ્લાનિયુક્ત ભાવ) ઉત્પન્ન કરે છે. (તેવા શરીરને જોઈને).
ભાવાર્થ : — જે વ્રતી શ્રાવક શરીરને રજોવીર્યથી ઉત્પન્ન, અપવિત્રતાનું કારણ, નવદ્વારથી મળ ઝરતું, દુર્ગન્ધ અને ગ્લાનિયુક્ત જાણી, કામસેવનનો સર્વથા ત્યાગ કરે છે – તે બ્રહ્મચર્ય પ્રતિમાધારી છે.
આ બ્રહ્મચારી પોતાની વિવાહિતા સ્ત્રીનો પણ સંબંધ કરે નહિ, તેની સાથે નિકટ એક સ્થાનમાં શયન કરે નહિ, પૂર્વે ભોગવેલા ભોગોનું ચિંતવન કરે નહિ, કામોદ્દીપન કરે તેવા પુષ્ટ આહારનો ત્યાગ કરે, રાગ ઉપજાવે તેવાં વસ્ત્ર – આભૂષણ પહેરે નહિ, ગીત, નૃત્ય, વાદિત્રાદિનું શ્રવણ અને અવલોકન કરે નહિ, પુષ્પમાળા, સુગંધવિલેપન, અત્તર – ફુલેલ આદિનો ત્યાગ કરે, શૃંગાર કથા, હાસ્ય કથારૂપ કાવ્ય – નાટકાદિકના પઠન – શ્રવણનો ત્યાગ કરે અને તાંબુલાદિક રાગકારી વસ્તુઓથી દૂર જ રહે.
આ પ્રતિમાધારી શ્લોક ૬૦માં દર્શાવેલા બ્રહ્મચર્યાણુવ્રતના કોઈ અતિચારો લાગે નહિ તે માટે ખાસ સાવધાન રહે છે. તેને નિરતિચાર પ્રતિમાનું પાલન હોય છે. ૧૪૩.
હવે શ્રાવકના આરંભવિરતિ ગુણનું પ્રતિપાદન કરીને કહે છે —
અન્વયાર્થ : — [प्राणातिपातहेतोः ] જે પ્રાણોના વિયોજનના કારણભૂત હોય એવા [सेवाकृषिवाणिज्यप्रमुखात् ] નોકરી, ખેતી, વ્યાપાર આદિક [आरम्भतः ] આરંભથી (આરંભનાં કાર્યોથી) [यः ] જે [व्युपारमति ] વિરક્ત થાય છે, [असौ ] તે [आरम्भविनिवृत्तः ] આરંભવિનિવૃત્ત શ્રાવક છે (અર્થાત્ આરંભત્યાગ – પ્રતિમાધારી છે).
ટીકા : — ‘यः व्युपारमति’ જે વ્યાપારથી વિશેષતાપૂર્વક સર્વપ્રકારે નિવૃત્ત થાય છે.