૩૧૪ ]
भवति । कस्मात् ? आरम्भतः । कथंभूतात् ? सेवाकृषिवाणिज्यप्रमुखात्, सेवाकृषिवाणिज्याः प्रमुखा आद्या यस्य तस्मात् । कथंभूतान् ? प्राणातिपातहेतोः प्राणानामतिपातो वियोजनं तस्य हेतोः कारणभूतात् । अनेन स्नपनदानपूजाविधानाद्यारंभादुपरतिर्निराकृता तस्य प्राणातिपातहेतुत्वाभावात् प्राणिपीडापरिहारेणैव तत्संभवात् । वाणिज्याद्यारम्भादपि तथा संभवस्तर्हि विनिवृत्तिर्न स्यादित्यपि नानिष्टं प्राणिपीडाहेतोरेव तदारम्भात् निवृत्तस्य श्रावकस्यारम्भविनिवृत्तत्वगुणसम्पन्नतोपपत्तेः१
‘असौ आरंभविनिवृत्तः’ તે આરંભવિનિવૃત્ત શ્રાવક છે (આરંભત્યાગ પ્રતિમાના ધારક છે). શાનાથી (નિવૃત્ત થાય છે)? ‘आरंभतः’ આરંભથી (નિવૃત્ત થાય છે). કેવા (આરંભથી)? ‘सेवाकृषिवाणिज्यप्रमुखात्’ સેવા, ખેતી, વાણિજ્ય જેમાં પ્રમુખ છે એવા (આરંભથી). કેવા (આરંભથી)? ‘प्राणातिपातहेतोः’ પ્રાણોનો અતિપાત અર્થાત્ વિયોજન – તેના કારણભૂત હોય તેવા (આરંભથી). આથી તો અભિષેક, દાન, પૂજાવિધાન આદિ આરંભથી નિવૃત્ત થવાનું નિરાકરણ થયું. (અર્થાત્ તેમનો ત્યાગ કરવાનું આ પ્રતિમામાં આવશ્યક નથી), કારણ કે તેમાં પ્રાણાતિપાતરૂપ હેતુનો અભાવ છે. તેનું કારણ એ છે કે પ્રાણીપીડાના પરિહારપૂર્વક જ તે ક્રિયાઓ કરવામાં આવે છે. અહીં શંકા થાય છેઃ – તો પછી એવી રીતે (પ્રાણીપીડાના પરિહારપૂર્વક) વાણિજ્ય આદિ આરંભથી નિવૃત્તિ કરવાનું (આવશ્યક) નહિ રહે? સમાધાનઃ — તે પણ અનિષ્ટ નથી. પ્રાણીપીડામાં કારણભૂત હોય એવા આરંભથી જ નિવૃત્ત થયેલા શ્રાવકને આરંભવિરતિરૂપ ગુણ ત્યાં પણ ધરે છે.
ભાવાર્થ : — જે શ્રાવક જીવહિંસાના કારણભૂત નોકરી, ખેતી, વ્યાપાર આદિક આરંભનાં કાર્યોનો ત્યાગ કરે છે; તે આરંભત્યાગ પ્રતિમાધારી કહેવાય છે.
આ પ્રતિમાધારીને અભિષેક, દાન, પૂજા આદિ ધાર્મિક આરંભનાં કાર્યોનો ત્યાગ હોતો નથી, કારણ કે જેવાં નોકરી, ખેતી, વ્યાપાર આદિ આરંભનાં કાર્યો જીવહિંસાના કારણભૂત છે, તેવાં તે ધાર્મિક કાર્યો જીવહિંસાના કારણભૂત નથી. તે કાર્યોમાં અલ્પ જીવહિંસા થાય છે, પણ ધર્મી જીવને તે કરવાના હેતુનો અભાવ હોય છે. તેને અશુભ ભાવથી બચવા માટે આવો શુભભાવ હેયબુદ્ધિએ આવ્યા વિના રહેતો નથી. આવાં ધાર્મિક કાર્યોમાં તેને પુણ્ય બહુ અને પાપ અલ્પ થાય છે, તેથી એકંદરે તેને પુણ્યનો જ સંચય થાય છે. ૧૪૪. १. सम्पन्नत्वोपपत्तेः घ० ।