કહાનજૈનશાસ્ત્રમાળા ]
अधुना परिग्रहनिवृत्तिगुणं श्रावकस्य प्ररूपयन्नाह —
परि समन्तात् चित्तस्थः परिग्रहो हि परिचित्तपरिग्रहस्तमाद्विरतः श्रावको भवति । किं विशिष्टः सन् ? स्वस्थो मायादिरहितः । तथा सन्तोषपरः परिग्रहाकाक्षांव्यावृत्त्या सन्तुष्टः तथा । निर्ममत्वरतः । किं कृत्वा ? उत्सृज्य परित्यज्य । किं तत् ? ममत्वं मूर्च्छा । क्व ? बाह्येषु दशसु वस्तुषु । एतदेव दशधा परिगणनं बाह्यवस्तूनां दर्श्यन्ते ।
હવે શ્રાવકના પરિગ્રહનિવૃત્તિગુણની પ્રરૂપણા કરીને કહે છે —
અન્વયાર્થ : — જે [बाह्येषु ] બાહ્ય [दशसु ] દસ પ્રકારની [वास्तुषु ] વસ્તુઓમાં [ममत्वम् ] મમતાને [उत्सृज्य ] છોડીને [निर्ममत्वरतः ] નિર્મમતામાં રત હોતા થકા [स्वस्थः ] સ્વમાં (આત્મસ્વરૂપમાં) સ્થિત અને [संतोषपरः ] સંતોષમાં તત્પર રહે છે, તે [परिचित्तपरिग्रहात् ] સર્વપ્રકારથી મનમાં સ્થિત પરિગ્રહથી [विरतः ] વિરક્ત છે – (અર્થાત્ પરિગ્રહત્યાગ પ્રતિમાધારી છે).
ટીકા : — ‘परिचित्तपरिग्रहात् विरतः’ परि — સર્વ પ્રકારથી મનમાં રહેલા પરિગ્રહ – તેનાથી વિરક્ત શ્રાવક છે. કેવા પ્રકારનો હોય? ‘स्वस्थ’ માયાદિરહિત સ્વમાં સ્થિત (આત્મસ્વરૂપમાં સ્થિત) તથા ‘संतोषपरः’ પરિગ્રહની આકાંક્ષાથી રહિત હોવાને લીધે સંતુષ્ટ (સંતોષમાં તત્પર) તથા ‘निर्ममत्वरतः’ મમતારહિતપણામાં લીન (મમત્વરહિત) હોય. શું કરીને? ‘उत्सृज्य’ છોડીને. શું તે? ‘ममत्वं’ મૂર્છા (મમતાભાવ). શામાં? ‘बाह्येषु दशसु वस्तुषु’ બાહ્ય દશ પ્રકારની વસ્તુઓમાં. એ દશ પ્રકારની બાહ્ય વસ્તુઓની ગણતરી કરી દર્શાવાય છે —