૩૧૬ ]
क्षेत्रं सस्याधिकरणं च डोहलिकादि । वास्तु गृहादि । धनं सुवर्णादि । धान्यं ब्रीह्यादि । द्विपदं दासीदासादि । चतुष्पदं गवादि । शयनं खट्वादि । आसनं विष्टरादि । यानं डोलिकादि । कुप्यं क्षौमकार्पासकौशेयकादि । भाण्डं श्रीखण्डमंजिष्ठाकांस्यताम्रादि ।।१४५।।
साम्प्रतमनुमतिविरतिगुणं श्रावकस्य प्ररूपयन्नाह —
अनुमतिरारम्भे वा परिग्रहे ऐहिकेषु कर्मसु वा ।
नास्ति खलु यस्य समधीरनुमतिविरतः स मन्तव्यः ।।१४६।।
सोऽनुमतिविरतो मन्तव्यः यस्य खलु स्फु टं नास्ति । का सौ ? अनुमतिरभ्युपगमः ।
क्षेत्रं — ખેતર – જ્યાં અનાજ થાય તે, वास्तु – મકાન આદિ, धनं – સુવર્ણાદિ, धान्यं – ડાંગર આદિ, द्विपदं – દાસી – દાસ આદિ, चतुष्पदम् – ગાય વગેરે, शयनं – ખાટલો વગેરે, आसनं – આસન, यानं — વાહન, कुप्यं – સુતર – રેશમનાં કપડાં વગેરે, भाण्डम् – ચંદન, મંજીષ્ઠ, કાંસા – તાંબા આદિનાં વાસણ — એ દશ પ્રકારના બાહ્ય પરિગ્રહ છે.
ભાવાર્થ : — જે શ્રાવક બાહ્ય દશ પ્રકારના પરિગ્રહોમાં મમતાભાવનો ત્યાગ કરીને, નિર્મમતામાં લીન થઈ આત્મામાં સ્થિત અને પરિગ્રહની ઇચ્છાથી રહિત છે (સંતુષ્ટ છે), તે પરિચિત્તપરિગ્રહત્યાગ પ્રતિમાધારી કહેવાય છે.
આ પ્રતિમાધારી શ્લોક ૬૨માં દર્શાવેલા પરિગ્રહપરિમાણ અણુવ્રતના પાંચ અતિચાર રહિત પ્રતિમાનું પાલન કરે છે. ૧૪૫.
હવે શ્રાવકના અનુમતિવિરતિ ગુણનું પ્રરૂપણ કરી કહે છે —
અન્વયાર્થ : — [खलु ] નિશ્ચયથી [यस्य ] જેને [आरम्भे ] આરંભનાં કાર્યોમાં, [परिग्रहे ] પરિગ્રહોમાં [वा ] અને [ऐहिकेषु ] વિવાહાદિ આ લોક સંબંધી [कर्मसु ] કાર્યોમાં [अनुमतिः ] અનુમોદના [न अस्ति ] હોતી નથી, [सः ] તે [समधीः ] સમાન બુદ્ધિવાળો (મમત્વબુદ્ધિ યા રાગ-દ્વેષ રહિત) શ્રાવક [अनुमतिविरतः ] અનુમતિત્યાગ પ્રતિમાધારી [मन्तव्यः ] મનાય છે.
ટીકા : — ‘सः अनुमतिविरतः मन्तव्याः’ તેને અનુમતિત્યાગવાળો માનવો જોઈએ.