૩૧૮ ]
उत्कृष्ट उद्दिष्टविरतिलक्षणैकादशगुणस्थानयुक्तः श्रावको भवति । कथंभूतः ? चेलखण्डधरः कौपीनमात्रवस्त्रखण्डधारकः आर्यलिंगधारीत्यर्थः । तथा भैक्ष्याशनो भिक्षाणां समूहो भैक्ष्यं तदश्नातीति भैक्ष्याशनः । किं कुर्वन् ? तपस्यन् तपः कुर्वन् । किं कृत्वा ? परिगृह्य गृहीत्वा । कानि ? व्रतानि । क्व ? गुरूपकण्ठे गुरुसमीपे । किं कृत्वा ? इत्वा गत्वा । किं तत् ? मुनिवनं मुन्याश्रमं । कस्मात् ? गृहतः ।।१४७।।
तपः कुर्वन्नपि यो ह्यागमज्ञः सन्नेवं मन्यते तदा श्रेयोज्ञाता भवतीत्याह —
ટીકા : — ‘उत्कृष्टः’ ઉદ્દિષ્ટત્યાગરૂપ અગિયારમી પ્રતિમાધારી શ્રાવક છે. કેવો છે? ‘चेलखण्डधरः’ કૌપીન અને ખંડવસ્ત્ર ધારણ કરનાર અર્થાત્ આર્યલિંગધારી – એવો અર્થ છે. ‘भैक्ष्याशनः’ ભિક્ષાનો સમૂહ તે ભૈક્ષ્ય, તેનું ભોજન કરનાર (ભિક્ષાથી ભોજન કરનાર). શું કરતો? ‘तपस्यन्’ તપ કરતો. શું કરીને? ‘परिगृह्य’ ગ્રહણ કરીને. શું (ગ્રહણ કરીને)? ‘व्रतानि’ વ્રતો. ક્યાં (ગ્રહીને)? ‘गुरूपकण्ठे’ ગુરુની સમીપમાં. શું કરીને? इत्वा જઈને. શું તે? ‘मुनिवनं’ મુનિના આશ્રમે (જઈને). ક્યાંથી? ‘गृहतः’ ઘેરથી (જઈને).
ભાવાર્થ : — જે ઘર છોડીને મુનિના આશ્રમે જઈને ગુરુની સમીપે વ્રત ધારણ કરીને તપ કરે છે, ભિક્ષાથી ભોજન કરે છે (અર્થાત્ પોતાના માટે બનાવેલું ભોજન લેતા નથી, પરંતુ શ્રાવક પોતાના માટે બનાવેલા ભોજનમાંથી ભક્તિપૂર્વક ભોજન આપે તો તે લઈ શકે છે) અને કૌપીન (લંગોટી) તથા ખંડવસ્ત્ર (એવી ચાદર કે જેનાથી માથું ઢાંકે તો પગ ખુલ્લા રહે અને પગ ઢાંકે તો માથું ખુલ્લું રહે) ધારણ કરે છે, તે ઉત્કૃષ્ટ શ્રાવક – ક્ષુલ્લક યા ઐલક – ઉદ્દિષ્ટત્યાગ પ્રતિમાધારી છે. ૧૪૭.
તપ કરતો થકો અને નિશ્ચયથી આગમને જાણતો થકો જે શ્રાવક આવું માને છે તે ત્યારે શ્રેષ્ઠ જ્ઞાતા થાય છે, એમ કહે છે —
અન્વયાર્થ : — [पापं ] પાપ [जीवस्य ] જીવનો [अरातिः ] શત્રુ છે [च ] અને