કહાનજૈનશાસ્ત્રમાળા ]
यदि समयं आगमं जानीते आगमज्ञो यदि भवति तदा ध्रुवं निश्चयेन श्रेयोज्ञाता उत्कृष्टज्ञाता स भवति । किं कुर्वन् ? निश्चिन्वन् । कथमित्याह — पापमित्यादि — पापमोधर्मोऽरातिः शत्रुर्जीवस्यानेकापकारकत्वात् धर्मश्च बन्धुर्जीवस्यानेकोपकारकत्वादित्येवं निश्चिन्वन् ।।१४८।।
इदानीं शास्त्रार्थानुष्ठातुः फलं दर्शयन्नाह — [धर्मः ] ધર્મ [बन्धुः ] જીવનો મિત્ર છે, [इति ] – એમ [निश्चिन्वन् ] નિશ્ચય કરતો થકો શ્રાવક [यदि ] જો [समयम् ] શાસ્ત્રને [जानीते ] જાણે છે, તો તે [ध्रुवम् ] નિશ્ચયથી [श्रेयोज्ञाता ] શ્રેષ્ઠ જ્ઞાતા અથવા કલ્યાણનો જ્ઞાતા [भवति ] થાય છે.
ટીકા : — ‘यदि समयं जानीते’ જે સમયને એટલે આગમને જાણે છે અર્થાત્ જે આગમનો જ્ઞાતા છે તો ‘ध्रुवं’ નિશ્ચયથી ‘श्रेयोज्ञाता भवति’ તે ઉત્કૃષ્ટ જ્ઞાતા છે, શું કરતો થકો? ‘निश्चिन्वन्’ નિશ્ચય કરતો થકો. કેવી રીતે? તે કહે છે — ‘पापमित्यादि’ પાપ જ અર્થાત્ અધર્મ જ (મિથ્યારત્નત્રય જ) અનેક અપકારનું કારણ હોવાથી જીવનો શત્રુ છે અને ધર્મ જ (સમ્યક્રત્નત્રય જ) અનેક ઉપકારનું કારણ હોવાથી જીવનો મિત્ર છે – આવો નિશ્ચય કરતો થકો.
ભાવાર્થ : — જીવનો અપકારક હોવાથી પાપ (અધર્મ) શત્રુ છે અને ઉપકારક હોવાથી ધર્મ (રત્નત્રયધર્મ) મિત્ર છે – એવો નિર્ણય કરીને જે શાસ્ત્રને જાણે છે, તે જ શ્રેષ્ઠ જ્ઞાતા છે.
ઉત્કૃષ્ટ ઉદ્દિશ્યત્યાગી વાનપ્રસ્થ આશ્રમમાં છે. તે તપસ્વી પણ છે, પરંતુ જો તે આત્માના સ્વભાવ – વિભાવ ન જાણે તો તે આત્મશ્રેયનો જ્ઞાતા – ભોક્તા થતો નથી.
સંસારનાં દુઃખોથી બચાવી જે પ્રાણીઓને ઉત્તમ સુખમાં ધારણ કરે તે ધર્મ છે. તે જ ધર્મ જીવને મિત્ર સમાન છે. શુભભાવરૂપ ધર્મ – વ્યવહારધર્મ જીવને સંસારનું કારણ છે, તેથી તેને તે શત્રુ સમાન છે. ૧૪૮.
હવે શાસ્ત્રના અર્થનું આચરણ કરનારને શું ફળ પ્રાપ્ત થાય છે, તે દર્શાવીને કહે છે —