૩૨૦ ]
येन भव्येन स्वयं आत्मा स्वयंशब्दोऽत्रात्मकवाचकः नीतः प्रापितः । कमित्याह — वीतेत्यादि, विशेषेण इतो गतो नष्टः कलंको दोषो यासां ताश्च ता विद्यादृष्टिक्रियाश्च ज्ञानदर्शनचारित्राणि तासां करण्डभावं तं भव्यं आयाति आगच्छति । कासौ ? सर्वार्थसिद्धिः धर्मार्थकाममोक्षलक्षणार्थानां सिद्धिर्निष्पत्तिः कर्त्री । कयेवायाति ? पतीच्छयेव स्वयम्बरविधानेच्छयेव । क्व ? त्रिषु विष्टयेषु त्रिभुवनेषु ।।१४९।।
અન્વયાર્થ : — [येन ] જે ભવ્યે [स्वयम् ] પોતાના આત્માને [वीतकलङ्कविद्यादृष्टिक्रियारत्नकरण्डभावं ] કલંક રહિત (નિર્દોષ) સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપી રત્નોનો પટારો [नीतः ] બતાવ્યો છે, [तम् ] તેને [त्रिषु विष्टपेषु ] ત્રણ લોકમાં [पतीच्छया इव ] સ્વયંવર વિધાનથી પતિ તરીકે વરવાની ઇચ્છા રાખનારી સ્ત્રીની જેમ [सर्वार्थसिद्धिः ] સર્વ અર્થોની સિદ્ધિ અર્થાત્ ધર્મ – અર્થાદિ ચાર પુરુષાર્થની સિદ્ધિ [आयाति ] પ્રાપ્ત થાય છે.
ટીકા : — ‘येन’ જે ભવ્યે ‘स्वयम्’ પોતાના આત્માને – અહીં स्वयं શબ્દ આત્મા વાચક છે – ‘नीतः’ પ્રાપ્ત કરાવ્યો છે. કોને (પ્રાપ્ત કરાવ્યો છે)? તે કહે છે — ‘वीतेत्यादि’ વિશેષ કરીને જેમનો દોષ (કલંક) નાશ પામ્યો છે – તેવાં સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર ત્રણેના પટારારૂપ ભાવને (પ્રાપ્ત કરાવ્યો છે) ‘तं’ તેને (તે ભવ્યને) ‘आयाति’ આવે છે (પ્રાપ્ત થાય છે). કોણ તે? ‘सर्वार्थसिद्धिः’ ધર્મ – અર્થ – કામ – મોક્ષરૂપ અર્થોની (પ્રયોજનોની) સિદ્ધિ – પ્રાપ્તિ. કોની જેમ આવે છે? ‘पतीच्छया इव’ સ્વયંવર – વિધાનથી પતિ તરીકે વરવાની ઇચ્છા રાખનારીની જેમ. ક્યાં? ‘त्रिषु विष्टपेषु’ ત્રણ ભુવનમાં.
ભાવાર્થ : — જેમ જે મનુષ્યની પાસે બહુમૂલ્ય રત્નો હોય છે તેને વરવા કન્યાઓ ઉત્સુક હોય છે, તેમ જે ભવ્ય જીવે પોતાના આત્માને નિર્દોષ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન