૩૨૨ ]
मां सुखयतु सुखिनं करोतु । कासौ ? दृष्टिलक्ष्मीः सम्यग्दर्शनसम्पत्तीः । किंविशिष्टेत्याह — जिनेत्यादि जिनानां देशतः कर्मोन्मूलकानां गणधरदेवादीनां पतयस्तीर्थंकरास्तेषां पदानि सुबन्ततिङ्न्तानि पदा वा तान्येव पद्मानि तानि प्रेक्षते श्रद्दधातीत्येवंशीला । अयमर्थः — लक्ष्मीः पद्मावलोकनशीला भवति दृष्टिलक्ष्मीस्तु जिनोक्तपदपदार्थप्रेक्षणशीलेति । कथंभूता सा ? सुखभूमिः । सुखोत्पत्तिस्थानं । केव कं ? कामिनं कामिनीव यथा कामिनी कामभूमिः कामिनं सुखयति तथा मां दृष्टिलक्ष्मीः सुखयतु । तथा सा मां भुनक्तु रक्षतु । केव ? सुतमिव जननी । किंविशिष्टा । शुद्धशीला जननी हि शुद्धशीला सुतं रक्षति नाशुद्धशीला दुश्चारिणी । दृष्टिलक्ष्मीस्तु ઉત્પત્તિના સ્થાનરૂપ હોતી થકી, [मां ] મને એવી રીતે [सुखयतु ] સુખી કરે કે જેવી રીતે [कामिनं कामिनी इव ] સુખની ભૂમિ કામિની કામી પુરુષને સુખી કરે છે. [शुद्धशीलाः ] પવિત્ર શીલવાળી હોતી થકી, (અતિચાર રહિત સાત શીલોથી યુક્ત હોતી થકી) [मां ] મને એવી રીતે [भुनक्तु ] પાળે કે જેવી રીતે [जननी सुतम् इव ] પવિત્ર શીલવાળી માતા પોતાના પુત્રને પાળે છે અને [गुणभूषा ] આઠ મૂળગુણરૂપી અલંકારથી યુક્ત હોતી થકી, [मां ] મને એવી રીતે [संपुनीतात् ] પવિત્ર કરે કે જેવી રીતે [कन्यका कुलम् इव ] ગુણવતી કન્યા કુળને પવિત્ર કરે છે. તેમ તે (સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી) મને પવિત્ર કરે.
ટીકા : — ‘मां सुखयतु’ મને સુખી કરે. કોણ તે? ‘दृष्टिलक्ष्मीः’ સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી – સંપત્તિ. કેવા પ્રકારની (લક્ષ્મી)? તે કહે છે — ‘जिनेत्यादि’ જિનોના અર્થાત્ એકદેશ કર્મોનું ઉન્મૂલન (નાશ) કરનાર ગણધરદેવાદિના પતિઓ (સ્વામીઓ) જે તીર્થંકરો – તેમનાં ચરણરૂપી કમળોને જે દેખે છે – શ્રદ્ધે છે, તેવા સ્વભાવવાળી (લક્ષ્મી) – અર્થાત્ જેમ લક્ષ્મી પદ્મને (કમળને) અવલોકન કરવાના સ્વભાવવાળી છે, તેમ સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી જિનપતિ દ્વારા નિરૂપિત પદાર્થો અને વચનોમાં શ્રદ્ધાન કરવાના સ્વભાવવાળી છે. કેવી છે તે? ‘सुखभूमिः’ સુખના ઉત્પત્તિસ્થાનરૂપ છે. કોની – કોની જેમ? ‘कामिनं कामिनी इव’ જેમ કામિની – કામની ઉત્પત્તિનું સ્થાન (સ્ત્રી) પોતાના કામીને સુખી કરે છે, તેમ સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી મને સુખી કરે, તથા ‘सा मां भुनक्तु’ તે મારી રક્ષા કરે. કોની જેમ? ‘सुतम् जननी इव’ માતા પુત્રને રક્ષે છે તેમ. કેવા પ્રકારની (જનની)? ‘शुद्धशीला’ પવિત્ર શીલવતી માતા જ પોતાના પુત્રની રક્ષા કરે છે, પરંતુ અશુદ્ધ