કહાનજૈનશાસ્ત્રમાળા ]
गुणव्रतशिक्षाव्रतलक्षणशुद्धसप्तशीलसन्विता मां भुनक्तु । तथा सा मां सम्पुनीतात् सकलदोषकलङ्कं निराकृत्य पवित्रयतु । किमिव ? कुलमिव गुणभूषा कन्यका । अयमर्थ : — कुलं यथा गुणभूषा गुणाऽलङ्कारोपेता कन्या पवित्रयति श्लाध्यतां नयति तथा दृष्टिलक्ष्मीरपि गुणभूषा अष्टमूल गुणैरलंकृता मां सम्यक्पुनीतादिति ।।१५०।।
जीयादेष समन्तभद्रमुनिपः श्रीमान् प्रभेन्दुर्जिनः ।।१।।
શીલવતી માતા (દુશ્ચારિણી માતા) નહિ; તેમ ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતરૂપી અર્થાત્ નિરતિચાર સાત શીલથી યુક્ત સમ્યગ્દર્શન – લક્ષ્મી પણ મારી રક્ષા કરે, તથા ‘सा मां संपुनीतात्’ તે મને પવિત્ર કરે – સર્વ દોષરૂપ કલંકને દૂર કરી મને પવિત્ર કરે. કોની જેમ? ‘कुलम् इव गुणभूषा कन्यका’ જેમ ગુણવતી કન્યા કુળને (પવિત્ર) કરે છે તેમ. અર્થ એ છે કે – જેમ ગુણરૂપી અલંકારોથી યુક્ત ગુણવતી કન્યા કુળને પવિત્ર કરે છે – પ્રશંસાપાત્ર કરે છે, તેમ અષ્ટ મૂળગુણરૂપી અલંકારોથી ગુણવતી સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી પણ મને સમ્યક્ પ્રકારે પવિત્ર કરે.
ભાવાર્થ : — જેમ કોઈ કામિની (સ્ત્રી) પોતાના કામીને સુખી કરે છે તેમ સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી મને સુખી કરે; જેમ કોઈ શીલવતી માતા પોતાના પુત્રનું લાલન – પાલન કરે છે તેમ સપ્તશીલોથી યુક્ત સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી મારી રક્ષા કરે અને જેમ ગુણવતી કન્યા કુળને ઉજ્જ્વળ કરે છે (પવિત્ર કરે છે) તેમ અષ્ટ મૂળગુણયુક્ત સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી મને પવિત્ર કરે.
જેમણે ભવ્ય આત્માના ચિત્તમાં વ્યાપ્ત સમસ્ત અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને, સમ્યગ્જ્ઞાનરૂપી સૂર્યનાં મહા કિરણો દ્વારા સઘળો શ્રાવકમાર્ગ પ્રકાશિત કર્યો છે, તેઓ સંસારરૂપી નદીના શોષક શ્રી રત્નકરણ્ડકરૂપી તેજસ્વી સૂર્ય સમાન અને ચંદ્રની ક્રાંતિવાળા (प्रभेन्दुः) શ્રીમાન્ જિન સમન્તભદ્રાચાર્ય જય પામો. १. निरस्य इति ख० ।