કહાનજૈનશાસ્ત્રમાળા ]
रेणाखिलार्थानां यथावत्स्वरूपोपदेशकः । एतैः शब्दैरुक्तस्वरूप आप्त ‘उपलाल्यते’ प्रतिपाद्यते ।।७।।
सम्यग्दर्शनविषयभूताप्तस्वरूपभिधायेदानीं तद्विषयभूतागमस्वरूपभिधातुमाह —
अनात्मार्थं विना रागैः शास्ता शास्ति सतो हितम् ।
ध्वनन् शिल्पिकरस्पर्शान्मुरजः किमपेक्षते ।।८।। ઉપદેશક હોવાને કારણે તે શાસ્તા છે. — આ શબ્દોથી જેનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે આપ્ત ‘उपलाल्यते’ કહેવાય છે.
ભાવાર્થ : — અહીં આચાર્યે આપ્તનાં જુદાં જુદાં નામ દર્શાવી તેમનું વિશેષ સ્વરૂપ દર્શાવ્યું છે.
તેઓ ઇન્દ્રાદિક દ્વારા વંદનીય પરમ પદમાં સ્થિત હોવાથી ‘પરમેષ્ઠી’, નિરાવરણ કેવળજ્ઞાન સહિત હોવાથી ‘પરંજ્યોતિ’, રાગ - દ્વેષાદિ ભાવકર્મ રહિત હોવાથી ‘વિરાગી’, ઘાતિયાંકર્મરૂપ દ્રવ્યકર્મથી રહિત હોવાથી ‘વિમલ’, સર્વ હેય - ઉપાદેયનું જ્ઞાન હોવાથી ‘કૃતી’, સર્વ પદાર્થોને યુગપદ્ એક સમયમાં પ્રત્યક્ષ જાણનાર હોવાથી ‘સર્વજ્ઞ’, સત્યાર્થ દેવના પ્રવાહની અપેક્ષાએ આદિ, મધ્ય અને અંત રહિત હોવાથી ‘અનાદિમધ્યાન્ત’, સર્વ જીવોના હિતકારક હોવાથી ‘સાર્વ’ અને દિવ્યધ્વનિ દ્વારા સર્વ પદાર્થોનો યથાવત્ ઉપદેશ આપનાર હોવાથી ‘શાસ્તા’ છે. આ આપ્તનાં વિશેષણવાચક નામો છે.
જે આપ્તનાં આ વિશેષણો જાણી પોતાના આત્માની સન્મુખ થાય છે તે ખરેખર પોતાના આત્માને જાણે છે, કારણ કે બંનેમાં નિશ્ચયથી તફાવત નથી. શ્રી પ્રવચનસાર ગાથા ૮૦માં કહ્યું છે કે —
‘‘જે અર્હંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે (પોતાના) આત્માને જાણે છે. અને તેનો મોહ (દર્શન મોહ) નિરાશ્રયપણાને લીધે અવશ્ય લય પામે છે.’’
આ શ્લોક આ હેતુથી કહેવામાં આવેલ છે એમ સમજવું. ૭. સમ્યગ્દર્શનના વિષયભૂત જે આપ્તસ્વરૂપ તે કહીને હવે તેના વિષયભૂત જે આગમનું સ્વરૂપ તે કહેવા માટે કહે છે —