૨૬ ]
‘शास्ता’ आप्तः । ‘शास्ति’ शिक्षयति । कान् ? ‘सतः’ अविपर्यस्तादित्वेन समीचीनान् भव्यान् । किं शास्ति ? ‘हितं’ स्वर्गादितत्साधनं च सम्यग्दर्शनादिकं । किमात्मनः किंचित् फलमभिलषन्नसौ शास्तीत्याह — ‘अनात्मार्थं’ न विद्यते आत्मनोऽर्थः प्रयोजनं यस्मिन् शासनकर्मणि परोपकारार्थमेवासौ तान् शास्ति । ‘‘परोपकाराय सतां हि चेष्टितं’’ इत्यभिधानात् । स तथा शास्तीत्येतत् कुतोऽवगतमित्याह — ‘विना रागैः’ यतो लाभपूजाख्यात्यभिलाषलक्षणपरै रागैर्विना शास्ति ततोऽनात्मार्थं शास्तीत्यवसीयते । अस्यैवार्थस्य समर्थनार्थमाह — ध्वनन्नित्यादि । शिल्पिकरस्पर्शाद्वादककराभिघातान्मुरजो मदलो
અન્વયાર્થ : — [शास्ता ] હિતોપદેશી આપ્ત ભગવાન [अनात्मार्थं ] સ્વ - પ્રયોજન વિના અને [रागैः विना ] રાગ - દ્વેષ વિના [सतः ] ભવ્ય જીવોને [हितम् ] હિતકારક [शास्ति ] ઉપદેશ દે છે; [यथा ] જેમ કે [शिल्पिकरस्पर्शात् ] શિલ્પીના હાથના સ્પર્શથી [ध्वनन् ] વાગતું (અવાજ કરતું) [मुरखः ] મૃદંગ [किम् ] શાની [अपेक्षते ] અપેક્ષા રાખે છે? (કાંઈ અપેક્ષા રાખતું નથી.)
ટીકા : — ‘शास्ता’ એટલે આપ્ત. ‘शास्ति’ ઉપદેશે છે, કોને? ‘सतः’ વિપરીત માન્યતાદિથી રહિત હોવાથી જેઓ સમીચીન (સમ્યગ્દ્રષ્ટિ) છે તેવા ભવ્ય જીવોને; શું ઉપદેશે છે? ‘हितं’ સ્વર્ગાદિના સાધનરૂપ સમ્યગ્દર્શનાદિકને. ‘શું પોતાને માટે કાંઈ ફળની ઇચ્છા રાખીને તેઓ ઉપદેશ કરે છે? તે કહે છે? ‘अनात्मार्थं’ ના, ઉપદેશ દેવાના કાર્યમાં તેમને પોતાનું કાંઈ પ્રયોજન નથી. તેઓ પરોપકારને અર્થે જ તેમને ઉપદેશ દે છે, એવું કથન છે કે — ‘‘परोपकाराय सतां हि चेष्टितम्’’ સંત પુરુષોની ચેષ્ટા પરોપકાર માટે જ હોય છે. તેઓ તેવી રીતે ઉપદેશે છે એમ કેવી રીતે જાણ્યું? કહે છે — विना रागैः કારણ કે તેઓ પોતાના લાભ, પૂજા, ખ્યાતિ, આદિની અભિલાષા રૂપ રાગ વિના ઉપદેશે છે. તેથી આત્મીય પ્રયોજન વિના તેઓ ઉપદેશે છે, એમ નક્કી થાય છે. આ જ અર્થનું સમર્થન કરવા કહે છે. ‘ध्वनन्नित्यादि’ શિલ્પીના હાથના સ્પર્શથી - વગાડનારના હાથની થાપથી અવાજ કરતું મૃદંગ શું પોતાને માટે કાંઈ અપેક્ષા રાખે છે? કાંઈ જ અપેક્ષા રાખતું નથી. આ અર્થ છે. જેમ મૃદંગ પરોપકાર માટે જ