કહાનજૈનશાસ્ત્રમાળા ]
ध्वनन् किमात्मार्थं किंचिदपेक्षते । नैवापेक्षते । अयमर्थः — यथा मुरजः परोपकारार्थमेव विचित्रान् शब्दान् करोति तथा सर्वज्ञः शास्त्रप्रणयनमिति ।।८।। વિચિત્ર શબ્દો કરે છે, તેમ સર્વજ્ઞ શાસ્ત્રનો ઉપદેશ (દિવ્યધ્વનિ દ્વારા) કરે છે.
ભાવાર્થ : — જેમ મૃદંગ વગાડનારના હાથના સ્પર્શથી પોતાની ઇચ્છા વિના વાગે છે અને તેના મધુર અવાજથી શ્રોતાઓનાં મન પ્રસન્ન થાય છે, પરંતુ તેના બદલામાં શ્રોતાઓ તરફથી તે કીર્તિ, પ્રશંસા, પૂજા, લાભ, પ્રેમાદિની ઇચ્છા કરતું નથી, તેમ હિતોપદેશી વીતરાગ દેવનો પણ ભવ્ય જીવોના પુણ્યના નિમિત્તે, ઇચ્છા વિના હિતનો ઉપદેશ હોય છે. તોપણ તેઓ પોતાના માટે લાભાદિની ઇચ્છા કરતા નથી, તેમ જ શ્રોતાઓ ઉપર રાગ કરતા નથી.
જેમ મેઘ પોતાના પ્રયોજન વિના - ઇચ્છા વિના જ લોકોના પુણ્યોદયના નિમિત્તે, પુણ્યશાળી જીવોના દેશમાં ગમન, ગર્જના કરીને પુષ્કળ વરસાદ વરસાવે છે, તેમ ભગવાન આપ્તનો, લોકોનાં પુણ્ય નિમિત્તે પુણ્યવાન જીવોના દેશમાં, વિના ઇચ્છાએ વિહાર થાય છે અને ત્યાં ધર્મરૂપ અમૃતની વર્ષા થાય છે.
૧. મૃદંગના શબ્દો — એ પુદ્ગલનો પર્યાય છે. તે તેના સ્વતંત્ર પરિણમનથી થાય છે, તેમાં શિલ્પીની ઇચ્છા અને હાથ તો ફક્ત નિમિત્ત માત્ર છે. તેથી તે બંનેની વચ્ચે નિમિત્ત - નૈમિત્તિક સંબંધ સમજવો, નહિ કે કર્તા - કર્મ સંબંધ. તેવી જ રીતે દિવ્યધ્વનિ દ્વારા ભગવાનનાં ઉપદેશ - વચનો થાય છે તે પણ ભાષાવર્ગણા પુદ્ગલનું સ્વતંત્ર પરિણમન છે, તેમાં ભગવાનની ઇચ્છા પણ નિમિત્ત નથી; કારણ કે તેઓ વીતરાગ છે. ફક્ત તેમની ઉપસ્થિતિ - હયાતી જ નિમિત્ત માત્ર છે. માટે તે બંનેમાં (દિવ્યધ્વનિમાં અને ભગવાનની ઉપસ્થિતિમાં) માત્ર નિમિત્ત - નૈમિત્તિક સંબંધ માનવાને બદલે તેમાં કર્તા - કર્મ સંબંધ માનવો તે ભ્રમ છે.
૨. પં. દોલતરામજી કૃત દર્શનસ્તુતિમાં કહ્યું છે કે —
તુમ ધુનિ હૈ સુનિ વિભ્રમ નશાય........૩.
હે ભગવાન, ભવ્ય જીવોના ભાગ્યના નિમિત્તે આપની દિવ્યધ્વનિ છે, જે સાંભળીને વિભ્રમનો નાશ થાય છે.