કહાનજૈનશાસ્ત્રમાળા ]
विषयेषु स्रग्वनितादिष्वाशा आकांक्षा तस्या वशमधीनता । तदतीतो विषयाकांक्षारहितः । ‘निरारम्भः’ परित्यक्तकृष्यादिव्यापारः । ‘अपरिग्रहो’ बाह्याभ्यन्तर- परिग्रहरहितः । ‘ज्ञानध्यानतपोरत्नः’ ज्ञानध्यानतपांस्येव रत्नानि यस्य एतद्गुणविशिष्टो यः स तपस्वी गुरुः ‘प्रशस्यते’ श्लाघ्यते ।।१०।।
ટીકા : — ‘विषयाशावशातीतः’ સ્પર્શનાદિ ઇન્દ્રિયોના વિષયભૂત માળા, સ્ત્રી આદિ વિષયોની આકાંક્ષા (આશા)ના વશથી (અધીનતાથી) જે રહિત છે અર્થાત્ વિષયોની આકાંક્ષાથી જે રહિત છે, ‘निरारम्भः’ જેણે ખેતી આદિ વ્યાપારનો ત્યાગ કર્યો છે, અર્થાત્ ખેતી આદિ વ્યાપારથી જે રહિત છે, ‘अपरिग्रहः’ જે બાહ્ય અને આભ્યંતર પરિગ્રહથી રહિત છે, ‘ज्ञानध्यानतपोरत्नः’ જ્ઞાન, ધ્યાન અને તપરૂપી રત્નો જેને છે એવા અર્થાત્ જ્ઞાન, ધ્યાન અને તપરૂપી ગુણોથી જે વિશિષ્ટ છે એવા તપસ્વી ગુરુ ‘प्रशस्यते’ પ્રશંસનીય છે.
ભાવાર્થ : — જે સંસારના કારણભૂત પાંચ ઇન્દ્રિયોના વિષયોની આશાની પરાધીનતા અને વ્યાપારાદિ અને બાહ્યાભ્યંતર૧ પરિગ્રહો તેનાથી રહિત છે, અને આત્મકલ્યાણના કારણભૂત જે જ્ઞાન, ધ્યાન અને તપ છે તેમાં લવલીન છે અર્થાત્ જ્ઞાન, ધ્યાન અને તપ એ ત્રણે રત્નોથી રહિત છે તે સત્યાર્થ ગુરુ કહેવાય છે. તેવા ગુરુ જ પ્રશંસાપાત્ર છે.
આ શ્લોકમાં આચાર્યે તેના પૂર્વાર્ધમાં જેનો અભાવ છે તેનું કથન કર્યું છે, અર્થાત્ સાચા ગુરુમાં પાંચ ઇન્દ્રિયોના વિષયની ઇચ્છાઓ, આરંભ અને પરિગ્રહ — એ ત્રણનો અભાવ દર્શાવ્યો છે અને તેના ઉત્તરાર્ધમાં જેનો સદ્ભાવ છે તેનું કથન કર્યું છે, અર્થાત્ સાચા ગુરુમાં જ્ઞાન, ધ્યાન અને તપ — એ ત્રણનો સદ્ભાવ દર્શાવ્યો છે.
જે ઇચ્છાઓ, આરંભ અને પરિગ્રહનો અભાવ કરી, જ્ઞાન, ધ્યાન અને તપમાં લવલીન રહે છે તે જ ‘સત્યાર્થ ગુરુ’ના નામને પાત્ર છે.
અજ્ઞાની જીવો ગુરુના જે ગુણોને વિચારે છે તેમાં કોઈ જીવાશ્રિત છે તથા કોઈ ૧.અંતરંગ પરિગ્રહઃ મિથ્યાત્વ, ત્રણ વેદ — સ્ત્રી – પુરુષ – નપુંસક ભાવ, રતિ, અરતિ, હાસ્ય, શોક,