Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 23 of 315
PDF/HTML Page 47 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૩૩

तदिव तद्वत् खड्गादिगतपानीयवदित्यर्थः क्व साकम्पेत्याह‘सन्मार्गे’ संसारसमुद्रोत्तरणार्थ सद्भिर्मृग्यते अन्वेष्यत इति सन्मार्ग आप्तागमगुरुप्रवाहस्तस्मिन्केनोल्लेखेनेत्याह ‘इदमेवाप्तागमतपस्विलक्षणंः तत्त्वं ‘इदृशमेव’ उक्तप्रकारेणैव लक्षणेन लक्षितं ‘नान्यत्’ एतस्माद्भिन्नं न ‘न चान्यथा’ उक्तलक्षणादन्यथा परपरिकल्पितलक्षणेन लक्षितं, ‘न च’ नैव तद्घटते इत्येवमुल्लेखेन ।।११।। જેની ખોજ કરવામાં આવે છે - જેનું અન્વેષણ કરવામાં આવે છે એવા સન્માર્ગમાં - આપ્ત - આગમ ગુરુના પ્રવાહરૂપ સન્માર્ગમાં - इदमेवेत्यादि’ આ આપ્ત - આગમ - તપસ્વી સ્વરૂપ તત્ત્વ લક્ષણથી લક્ષિત છે. न अन्यत्’ એનાથી બીજું (જુદું) નથી. न च अन्यथा’ કહેલા લક્ષણથી અન્યથાબીજાઓએ કલ્પેલા લક્ષણથી લક્ષિત હોવુંબિલકુલ ઘટતું નથી એવા પ્રકારથી अकम्पा’ જે નિશ્ચલ रुचि’ સમ્યગ્દર્શન છે તે असंशया’ સમ્યગ્દર્શનનું નિઃશંકિતત્વગુણ અથવા નિઃશંકિત્વ અંગ કહેવાય છે.

ભાવાર્થ :તે તત્ત્વ આ જ છે, અન્ય નથી અને અન્ય પ્રકારે પણ નથી. તેવું તલવારનાં પાણીની (તીક્ષ્ણ ધારની) જેમ નિશ્ચલ - સંશય રહિત શ્રદ્ધાન તે પરમાર્થ સમ્યગ્દર્શનનું પ્રથમ નિઃશંકિત અંગ છે.

વિશેષ

તત્ત્વાર્થસૂત્રમાં तत्त्वार्थश्रद्धानंसम्यग्दर्शनम्’ અર્થાત્ તત્ત્વાર્થના શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે. અહીં ટીકાકારે દેવ, આગમ અને ગુરુએ ત્રણેના પરમાર્થસ્વરૂપ તત્ત્વના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું તે બંને એક જ છે; કારણ કે

‘‘........અર્હંતાદિકના શ્રદ્ધાન થયા વિના તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ કદી પણ હોય નહિ, માટે અર્હંતાદિકના શ્રદ્ધાનને અન્વયરૂપ કારણ જાણી કારણમાં કાર્યનો ઉપચાર કરી એ શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે......જેને સાચા અર્હંતાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન હોય તેને તત્ત્વાર્થશ્રદ્ધાન અવશ્ય હોય જ, કારણ કે અર્હંતાદિકના સ્વરૂપને ઓળખતાં જીવ - અજીવ - આસ્રવાદિની ઓળખાણ થાય છે. એ પ્રમાણે તેને પરસ્પર અવિનાભાવ જાણી કોઈ ઠેકાણે અર્હંતાદિકના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે.’’

મૂળ શ્લોકમાં तत्त्व’ છે તેનો અર્થ ટીકામાં आप्तागमतपस्वि लक्षणं तत्त्वं’ કરેલ १. क्व सा अकम्पेत्याह घ० ૨. મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી આવૃત્તિ પૃષ્ઠ ૩૩૦.