૩૪ ]
છે. તેમાં છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થનો સમાવેશ થઈ જાય છે. એમ શ્લોક ૪માં કહ્યું છે, તે અહીં પણ લાગુ પડે છે - એમ સમજવું.
‘तत्त्वं’ શબ્દ એકવચનમાં છે અને આપ્ત - આગમ - તપસ્વી એ ત્રણ હોવાથી બહુવચન છે. વળી છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થ એ પણ બહુવચન છે. તેનું તાત્પર્ય એ છે કે જ્યારે જીવ પોતાના ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ જીવતત્ત્વની સન્મુખ થાય છે, ત્યારે જ પરમાર્થ સમ્યગ્દર્શન થાય છે અને ત્યારે જ આપ્ત - આગમ - તપસ્વીની અને છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થની સાચી શ્રદ્ધા કહેવાય છે; તેથી ‘तत्त्वं’ શબ્દ અહીં શાસ્ત્રકાર આચાર્યદેવે એકવચનમાં વાપરેલ છે.
શ્રી તત્ત્વાર્થસૂત્રના શ્લોકમાં તત્ત્વાર્થના જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ — એમ સાત નામો આપીને બહુવચનને બદલે એકવચન ‘तत्त्वं’ લખેલ છે. ત્યાં પણ નિજ ત્રિકાળી જીવ તત્ત્વની સન્મુખ થતાં સમ્યગ્દર્શન પ્રગટે છે એમ બતાવવા એકવચન વાપર્યું છે, તેમ અહીં તે જ આશય બતાવવા ‘तत्त्वं’ એકવચનમાં વાપર્યું છે.
શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે —
જે અર્હંતને દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાયત્વ વડે જાણે છે; તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશ પામે છે.
‘‘......અર્હંતાદિનું સ્વરૂપ તો આત્માશ્રિત ભાવો વડે તત્ત્વશ્રદ્ધાન થતાં જ જણાય છે. માટે જેને અર્હંતાદિકનું સાચું શ્રદ્ધાન હોય તેને તત્ત્વશ્રદ્ધાન અવશ્ય હોય જ એવો નિયમ જાણવો.....’’૨.
‘‘......તત્ત્વાર્થશ્રદ્ધાનમાં અર્હંતદેવાદિકનું શ્રદ્ધાન પણ ગર્ભિત હોય છે. અથવા જે નિમિત્તથી તેને તત્ત્વશ્રદ્ધાન થાય છે તે જ નિમિત્તથી અર્હંતદેવાદિકનું પણ શ્રદ્ધાન થાય છે. માટે સમ્યગ્દર્શનમાં દેવાદિકના શ્રદ્ધાનનો પણ નિયમ છે......’’ ૩.
‘‘.........સાચી દ્રષ્ટિ વડે કોઈ એક લક્ષણ ગ્રહણ કરતાં અન્ય લક્ષણોનું ગ્રહણ થાય છે, તોપણ મુખ્ય પ્રયોજન જુદું જુદું વિચારી અન્ય અન્ય પ્રકારથી એ લક્ષણો કહ્યાં છે. જ્યાં તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણ કહ્યું છે ત્યાં તો આ પ્રયોજન છે કે - જો એ તત્ત્વોને ઓળખે