કહાનજૈનશાસ્ત્રમાળા ]
તો વસ્તુના યથાર્થ સ્વરૂપનું વા હિત - અહિતનું શ્રદ્ધાન કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તે......જ્યાં દેવ - ગુરુ - ધર્મના શ્રદ્ધાનરૂપ લક્ષણ કહ્યું છે ત્યાં બાહ્ય સાધનની પ્રધાનતા કહી છે, કારણ કે અર્હંતદેવાદિકનું શ્રદ્ધાન સાચા તત્ત્વાર્થશ્રદ્ધાનનું કારણ છે.....એ બાહ્ય કારણની પ્રધાનતાથી કુદેવાદિકનું શ્રદ્ધાન છોડાવી, સુદેવાદિકનું શ્રદ્ધાન કરાવવા અર્થે દેવ - ગુરુ - ધર્મના શ્રદ્ધાનને મુખ્ય લક્ષણ કહ્યું છે. એ પ્રમાણે જુદાં જુદાં પ્રયોજનની મુખ્યતા વડે જુદાં જુદાં લક્ષણો કહ્યાં છે.’’ ૪.
સમ્યગ્દ્રષ્ટિ નિઃશંક હોય છે અર્થાત્ સાત ભયથી રહિત હોય છે, કારણ કે તે આત્મતત્ત્વને સ્વાનુભવગોચર કરી આત્માને આત્માપણે અને દ્રવ્યકર્મ - નોકર્મને પૌદ્ગલિક પરભાવરૂપ તથા ભાવકર્મને આસ્રવરૂપ જાણે છે. પરદ્રવ્યોથી આ જીવને લાભ - હાનિ કે સુખ - દુઃખ માનતો નથી. વળી તે એ વાતમાં નિઃશંક હોય છે કે કોઈ કોઈને મારતું નથી કે જીવાડતું નથી અને કોઈ કોઈને સુખી કરતું નથી કે દુઃખી કરતું નથી. અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી; વળી તે દ્રઢપણે માને છે કે શરીર પુત્રાદિ સંયોગી પદાર્થોનો અવશ્ય વિયોગ થાય છે. કોઈ પર પદાર્થ ઇષ્ટ કે અનિષ્ટ નથી તેમ જ તે સુખ
દુઃખનું કારણ પણ નથી. માત્ર ભાવકર્મરૂપ આસ્રવભાવ છે તે દુઃખ છે. તેનો અભાવ કરવાનો પ્રયત્ન તેને નિરંતર ચાલુ હોય છે. એક સમયમાં પરિપૂર્ણ નિત્ય જ્ઞાયકતત્ત્વના દ્રઢ આશ્રયરૂપ આવી નિઃશંક માન્યતા વર્તતી હોય તેને ૧ - આલોકનો, ૨ - પરલોકનો, ૩ - મરણનો, ૪ - વેદનાનો, ૫ - અરક્ષાનો, ૬ - અગુપ્તિનો અને ૭ - અકસ્માતનો — એમ સાત પ્રકારનો ભય કેમ હોઈ શકે? - ન જ હોય.૧
(૧) ‘‘આ ભવમાં જીવનપર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ? એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે. ‘પરભવમાં મારું શું થશે?’ એવી ચિંતા રહે તે પરલોકનો ભય છે. જ્ઞાની જાણે છે કે – આ ચૈતન્ય જ મારો એક, નિત્ય લોક છે કે જે સર્વ કાળે પ્રગટ છે. આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી. આ મારો ચૈતન્યસ્વરૂપ લોક તો કોઈથી બગાડ્યો બગડતો નથી. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય? કદી ન હોય. તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ જ અનુભવે છે. ૧.સમ્યક્ત્વવંત જીવો નિઃશંકિત, તેથી છે નિર્ભય અને
છે સપ્તભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે. (શ્રી સમયસાર ગાથા ૨૨૮)