૩૬ ]
‘‘સુખ - દુઃખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાનમાત્ર સ્વરૂપનો જ ભોગવટો છે. તે પુદ્ગલથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી. માટે જ્ઞાનીને વેદના ભય નથી. તે તો સદા નિર્ભય વર્તતો થકો જ્ઞાનને અનુભવે છે.
‘‘સત્તાસ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી. જ્ઞાન (આત્મા) પણ પોતે સત્તાસ્વરૂપ વસ્તુ છે, તેથી તે એવું નથી કે જેની બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહે, નહિ તો નષ્ટ થઈ જાય. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી.
‘‘ગુપ્તિ એટલે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો, ભોંયરું વગેરે; તેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે. એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ હોય, તો તેમાં રહેનાર પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહે છે. જ્ઞાની જાણે છે કે — વસ્તુના નિજ સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી, માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ અર્થાત્ અભેદ્ય કિલ્લો છે. પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ જ્ઞાન છે; તે જ્ઞાનસ્વરૂપમાં રહેલો આત્મા ગુપ્ત છે, કારણ કે જ્ઞાનસ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને અગુપ્તિપણાનો ભય ક્યાંથી હોય?
‘‘ઇન્દ્રિયાદિ પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે, પરંતુ આત્માને પરમાર્થે ઇન્દ્રિયાદિ પ્રાણ નથી, તેને તો જ્ઞાન પ્રાણ છે. જ્ઞાન અવિનાશી છે — તેનો નાશ થતો નથી; તેથી આત્માને મરણ નથી. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને મરણનો ભય નથી.
‘‘કોઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો? એવો ભય રહે તે આકસ્મિક ભય છે. જ્ઞાની જાણે છે કે — આત્માનું જ્ઞાન પોતાથી જ સિદ્ધ, અનાદિ, અનંત, અચળ, એક છે. તેમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી; માટે તેમાં અણધાર્યું કાંઈ પણ ક્યાંથી થાય? અર્થાત્ અકસ્માત્ ક્યાંથી બને? આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય ક્યાંથી હોય? ન જ હોય.’’૧
વળી જ્ઞાની જાણે છે કે —
‘‘જે જીવને જે દેશમાં, જે કાળમાં, જે વિધાનથી જન્મ - મરણ ઉપલક્ષણથી દુઃખ - સુખ - રોગ - દરિદ્રતા આદિ થવું સર્વજ્ઞદેવે જાણ્યું છે, તે એ જ પ્રમાણે નિયમથી થવાનું છે અને તે જ પ્રમાણે થવા યોગ્ય છે તે પ્રમાણે તે પ્રાણીને તે જ દેશમાં, તે જ કાળમાં, ૧. સમયસાર ગુજરાતી આવૃત્તિ – કળશ ૧૫૫ થી ૧૬૦નો ભાવાર્થ. વધુ વિસ્તાર માટે જુઓ ‘શ્રી