Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 12 nikankshitguNanu lakshaN.

< Previous Page   Next Page >


Page 27 of 315
PDF/HTML Page 51 of 339

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ૩૭

इदानीं निष्कांक्षितत्वगुणं सम्यग्दर्शने दर्शयन्नाह

कर्मपरवशे सान्ते दुःखैरन्तरितोदये
पापबीजे सुखेऽनास्था श्रद्धानाकाङ्क्षणा स्मृता ।।१२।।

‘अनाकांक्षणा स्मृता’ निष्कांक्षितत्वं निश्चितं कासौ ? ‘श्रद्धा’ कथंभूता ? ‘अनास्था’ न विद्यते आस्था शाश्वतबुद्धिर्यस्यां अथवा न आस्था अनास्था तस्यां तया वा श्रद्धा अनास्थाश्रद्धा सा चाप्यनाकांक्षणेति स्मृता क्व अनास्थाऽरुचिः ? તે જ વિધાનથી - નિયમથી થાય છે. તેને ઇન્દ્ર કે જિનેન્દ્ર - તીર્થંકરદેવ કોઈ પણ અટકાવી શકતા નથી.’’

અહીં નિઃશંકિતત્વાદિને ‘ગુણ’ કહ્યા છે. તેને ત્રિકાળી ગુણ ન સમજવો, પણ પર્યાયમાં તે પ્રકારની શુદ્ધતાનો લાભ સમજવો, તેને ‘અંગ - આચાર - લક્ષણ’ વગેરે નામો પણ આપવામાં આવે છે. ૧૧.

હવે સમ્યગ્દર્શનના નિઃકાંક્ષિતગુણને દર્શાવીને કહે છે

૨. નિઃકાંક્ષિતગુણનું લક્ષણ
શ્લોક ૧૨

અન્વયાર્થ :[कर्मपरवशे ] જે કર્મોને આધીન છે એવા [सान्ते ] જે નશ્વર- અન્ત સહિત છે એવા, [दुःखैः अन्तरितोदये ] જેના ઉદયમાં (ઉદ્ભવમાં) આંતરું પડે છે એવા અને [पापबीजे ] જે પાપના બીજરૂપ છે - કારણરૂપ છે એવા, [सुखे ] ઇન્દ્રિયસંબંધી સુખમાં [अनास्था श्रद्धा ] અનાસ્થા સહિતની શ્રદ્ધા (ઇન્દ્રિયસુખ પ્રત્યે ઉપેક્ષાપૂર્વકની શ્રદ્ધા) તે, [अनाकांक्षणा ] નિઃકાંક્ષિત અંગ [स्मृता ] કહેવાય છે.

ટીકા :अनाकांक्षणा स्मृता’ તે નક્કી નિઃકાંક્ષિતપણું ગણવામાં આવ્યું છે. શું તે श्रद्धा’ શ્રદ્ધા. કેવી (શ્રદ્ધા)? अनास्था’ જેમાં આસ્થા અર્થાત્ શાશ્વત બુદ્ધિ ન હોવી તે અનાસ્થા, અથવા આસ્થા નહિ તે અનાસ્થા, અનાસ્થાની અથવા અનાસ્થા સહિતની શ્રદ્ધા તે અનાસ્થા શ્રદ્ધા છે અને તે નિઃકાંક્ષિત અંગ કહેવાય છે. શામાં અનાસ્થા અર્થાત્ १. सा चानाकाङ्कणोति घ० ૨. સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૩૨૧૩૨૨.