કહાનજૈનશાસ્ત્રમાળા ]
શ્રી પ્રવચનસાર ગાથા ૭૬માં કહ્યું છે કે —
‘‘જે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે તે સુખ પરના સંબંધવાળું, બાધાસહિત, વિચ્છિન્ન, બંધનું કારણ અને વિષમ છે, તે રીતે તે દુઃખ જ છે.’’૧
નિઃકાંક્ષિત અંગ વિષે શ્રી સમયસાર ગાથા ૨૩૦માં કહ્યું છે કે —
‘‘જે ચેતયિતા કર્મોનાં ફળ પ્રત્યે તથા સર્વધર્મો પ્રત્યે કાંક્ષા (વાંછા) કરતો નથી, તે નિષ્કાંક્ષ સમ્યગ્દ્રષ્ટિ જાણવો.’’૨
જેને આત્માના સ્વાભાવિક સુખની શ્રદ્ધા હોય છે તે સમ્યગ્દ્રષ્ટિ હોય છે. કેવળજ્ઞાનીઓ આત્મિક અનંતસુખને અનુભવે છે. તેવા અનંતસુખને જ જાણે છે, ઉપાદેયરૂપે શ્રદ્ધે છે અને પોતાના આત્મિક સુખને અનુભવે છે, તે ભવ્ય જીવો સમ્યગ્દ્રષ્ટિ છે. જે જીવોને વાસ્તવિક સુખામૃતનો અનુભવ હોય તેને પરદ્રવ્યોની અને પરદ્રવ્યોના આશ્રયે થતાં ઇન્દ્રિયસુખની કે અન્ય ધર્મોની આકાંક્ષા કેમ હોઈ શકે? કદી ન હોય.
તેઓ પોતપોતાના ગુણસ્થાન અનુસાર, જો કે હેયબુદ્ધિએ વિષયસુખને અનુભવે છે, તોપણ નિજ શુદ્ધાત્મભાવનાથી ઉત્પન્ન અતીન્દ્રિય સુખને જ ઉપાદેય માને છે અને તેથી તેમને શ્રદ્ધામાં સાંસારિક સુખની જરાપણ આકાંક્ષા નથી. તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવોને નિઃકાંક્ષિત ગુણ હોય છે.૩
‘‘જે કોઈ જ્ઞાની, શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન થયેલા પરમાનંદ સુખમાં તૃપ્ત થઈ, પંચેન્દ્રિયના વિષયસુખના કારણભૂત કર્મફળોમાં તેમ જ સર્વ વસ્તુઓના ધર્મોમાં અથવા આ લોક - પરલોકની ઇચ્છાઓ સંબંધી, અન્ય આગમમાં કહેલા સમસ્ત કુધર્મોમાં ઇચ્છા કરતો નથી, તે સમ્યગ્દ્રષ્ટિ સાંસારિક સુખમાં નિઃકાંક્ષિત જાણવો.’’૪ ૧૨. ૧.પરયુક્ત, બાધાસહિત, ખંડિત, બંધકારણ, વિષમ છે;
જે ઇન્દ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુઃખ જ ખરે. (શ્રી પ્રવચનસાર ગાથા ૭૬.) ૨.જે કર્મફળ ને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો,
ચિન્મૂર્તિ તે કાંક્ષારહિત સમકિતદ્રષ્ટિ જાણવો. (શ્રી સમયસાર ગાથા ૨૩૦.) ૩. જુઓ શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૬૩ની શ્રી જયસેનાચાર્ય કૃત ટીકા. ૪. શ્રી સમયસાર ગાથા ૨૩૦ની શ્રી જયસેનાચાર્ય કૃત સંસ્કૃત ટીકા.