૪૦ ]
सम्प्रति निर्विचिकित्सागुणं सम्यग्दर्शनस्य प्ररूपयन्नाह —
‘निर्विचिकित्सता मता’ अभ्युपगता । कासौ ? ‘निर्जुगुप्सा’ विचिकित्साभावः । क्व ? काये । किंविशिष्टे ? ‘स्वभावतोऽशुचौ’ स्वरूपेणापवित्रिते । इत्थंभूतेऽपि काये ‘रत्नत्रयपवित्रिते’ रत्नत्रयेण पवित्रिते पूज्यतां नीते । कुतस्तथाभूते निर्जुगुप्सा भवतीत्याह — ‘गुणप्रीतिः’ यतो गुणेन रत्नत्रयाधारभूतमुक्तिसाधकत्वलक्षणेन प्रीतिर्मनुष्यशरीरमेवेदं मोक्षसाधकं नान्यद्देवादिशरीरमित्यनुरागः । ततस्तत्र निर्जुगुप्सेति ।।१३।।
હવે સમ્યગ્દર્શનના નિર્વિચિકિત્સતા ગુણનું પ્રરૂપણ કરીને કહે છે —
અન્વયાર્થ : — [स्वभावतः ] સ્વરૂપથી [अशुचौ ] અપવિત્ર, કિંતુ [रत्नत्रयपवित्रिते ] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રથી પવિત્ર [काये ] શરીરમાં [निर्जुगुप्सा ] જુગુપ્સારહિત (ગ્લાનિરહિત) [गुणप्रीतिः ] (મુક્તિસાધક) ગુણોને લીધે પ્રીતિ કરવી તે [निर्विचिकित्सता ] નિર્વિચિકિત્સતા અંગ કહેવાય છે.
ટીકા : — ‘निर्विचिकित्सता मता’ નિર્વિચિકિત્સતા માનવામાં આવી છે - સ્વીકારવામાં આવી છે. તે શું? ‘निर्जुगुप्सा’ નિર્જુગુપ્સા અર્થાત્ વિચિકિત્સા ન હોવી તે. ક્યાં? શરીરમાં. કેવા પ્રકારના શરીરમાં? ‘स्वभावतोऽशुचौ’ સ્વરૂપથી અપવિત્ર. આવા (અપવિત્ર) શરીરને પણ, ‘रत्नत्रयपवित्रिते’ રત્નત્રયથી પવિત્ર બનાવવામાં આવે છે - પૂજ્ય બનાવવામાં આવે છે. એવા શરીરમાં નિર્જુગુપ્સા (ગ્લાનિ ન હોવી) શા કારણે હોય? તે કહે છે. ‘गुणप्रीतिः’ કારણ કે રત્નત્રયના આધારભૂત અને મુક્તિના સાધકસ્વરૂપ ગુણને લીધે (તેમાં) પ્રીતિ હોય છે. મનુષ્યનું આ શરીર જ મોક્ષસાધક છે, નહિ કે અન્ય દેવાદિનું શરીર; એવો અનુરાગ (પ્રીતિ) હોય છે, તેથી તેમાં નિર્જુગુપ્સા હોય છે અર્થાત્ તેમાં ગ્લાનિ હોતી નથી.
ભાવાર્થ : આ નિર્વિચિકિત્સા ગુણનું વર્ણન છે. વિચિકિત્સાનો અર્થ ગ્લાનિ છે.