Ratnakarand Shravakachar (Gujarati). Shlok: 14 amoDhadrashtitv guNnu lakshaN.

< Previous Page   Next Page >


Page 32 of 315
PDF/HTML Page 56 of 339

 

૪૨ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

अधुना सद्दर्शनस्यामूढदृष्टित्वगुणं प्रकाशयन्नाह

कापथे पथि दुःखानां कापथस्थेऽप्यसम्मतिः
असंपृक्तिरनुत्कीर्तिरमूढा दृष्टिरुच्यते ।।१४।।

अमूढा दृष्टिरमूढत्वगुणविशिष्टं सम्यग्दर्शनं का ? ‘असम्मतिः’ न विद्यते मनसा सम्मतिः श्रेयःसाधनतया सम्मननं यत्र दृष्टौ क्व ? ‘कापथे’ कुत्सितमार्गे मिथ्या- दर्शनादौ कथंभूते ? ‘पथि’ मार्गे केषां ? ‘दुःखानां’ न केवलं तत्रैवासम्मतिरपि तु

વિશેષ

શ્રી પરમાત્મપ્રકાશ અધ્યાય ૧ ગાથા ૨૯ તથા તેની ટીકામાં લખ્યું છે કે

‘‘હે જીવ! તું પરમાત્માને જાણ. અર્થાત્ નિત્યાનંદ વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં રહીને પોતાના આત્માનું ધ્યાન કર. શુદ્ધાત્માથી ભિન્ન દેહરાગાદિકોથી તને શું પ્રયોજન છે? કંઈ પ્રયોજન નથી.’’

તેથી એમ સમજવું કે દેહ જોકે અશુચિ અને વિનાશિક છે, તોપણ તેના પ્રત્યે દ્વેષ - ગ્લાનિ કે જુગુપ્સા કરવી ન્યાયયુક્ત છેએમ સમ્યગ્દ્રષ્ટિ માનતો જ નથી, તો પછી સાચા રત્નત્રયધારી મુનિના શરીર પ્રત્યે જુગુપ્સા તેને કેમ હોઈ શકે? ૧૩.

હવે સમ્યગ્દર્શનના અમૂઢદ્રષ્ટિત્વ ગુણને પ્રકાશી કહે છે

૪. અમૂઢદ્રષ્ટિત્વ ગુણનું લક્ષણ
શ્લોક ૧૪

અન્વયાર્થ :[दुःखानां ] દુઃખોના [पथि ] માર્ગરૂપ (કારણરૂપ) [कापथे ] (મિથ્યાદર્શનાદિ રૂપ) કુમાર્ગમાં [अपि ] અને [कापथस्थे ] કુમાર્ગમાં સ્થિત જીવમાં પણ [असम्मतिः ] મનથી સંમત ન હોવું, [असंपृक्ति ] કાયાથી સંપર્ક (સહારો) ન કરવો અને [अनुत्कीर्तिः ] વચનથી પ્રશંસા ન કરવી, તેને [अमूढा दृष्टिः ] અમૂઢદ્રષ્ટિત્વ અંગ [उच्यते ] કહે છે.

ટીકા :अमूढा दृष्टिः’ તે અમૂઢત્વ ગુણ વિશિષ્ટ સમ્યગ્દર્શન છે. શું? असम्मतिः’ જ્યાં દ્રષ્ટિમાં (અભિપ્રાયમાં) મનથી સંમતિ હોતી નથી અર્થાત્ શ્રેયના સાધન તરીકે માનવાપણું હોતું નથી. ક્યાં? कापथे’ મિથ્યાદર્શનાદિરૂપ કુમાર્ગમાં. કેવા (કુમાર્ગમાં)? दुःखानां पथि’ દુઃખોનાં કારણરૂપ એવા (કુમાર્ગમાં). તેમાં જ અસંમતિ